જેથી વેપારીને દુકાન અંદરથી બંધ કરી દેવાની નોબત આવી હતી. આ મામલે સેકટર-21 પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરના સેકટર-22 આનંદ વાટિકા સોસાયટીમાં રહેતા વીંકેશ વસંતભાઈ શેઠ સેકટર-21 ડિસ્ટ્રીક્ટ શોપિંગમાં રૂપશ્રી સાડી નામની દુકાન ચલાવે છે. જેની દુકાનની ઉપરના માળે શહેરમાં એકસમયે માથાભારે ઈસમ તરીકેની છાપ ધરાવતાં કમરુદીનની પત્ની ફાલ્ગુની ચાંદની ડ્રેસીસ નામની દુકાન ચલાવે છે. ત્યારે બુધવારેની રાત્રે વીંકેશ અને તેના કારીગરો પણ દુકાનમાં હતા. ત્યારે ફાલ્ગુની દુકાને પહોંચી હતી. આથી વીંકેશે પોતાની દુકાન આગળ દબાણ નહીં કરવાં માટે કહ્યું હતું. આ સાંભળીને ફાલ્ગુનીએ 'તું મારી દુકાને કેમ આવ્યો હતો?' તેમ કહીં વીંકેશને બિભત્સ ગાળો ભાંડી હતી. ગાળો બોલવાની ના પાડતાં ફાલ્ગુની વધુ ઉશ્કેરાઈ ગઈ હતી અને ભરબજારમાં વીંકેશને ત્રણ લાફા ઝીંકી મર્ડર કરવાની ખુલ્લી ધમકીઓ આપી હતી. ત્યારે ફાલ્ગુનીની ગુંડાગીરી જોઈએ આસપાસના વેપારીઓ પણ ડગાઈ ગયા હતા.આટલું ઓછું હોય તેમ કમરુદિન પણ સાગરિતો સાથે ડિસ્ટ્રીક્ટ શોપિંગમાં પહોંચી ગયો હતો અને પત્નીનું ઉપરાણું લઈ વીંકેશને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. જેનાં પગલે વીંકેશ ગભરાઈ જઈને પોતાની દુકાનનું શટર અંદરથી બંધ કરીને જીવ બચાવ્યો હતો. બાદમાં રાત્રે વીંકેશ ઘરે ગયો હતો. તો કમરુદિન અને તેના માણસો તકરારી, ઝનૂની અને બોલે તેવું કરતાં હોવાથી પોતાનું મર્ડર થઈ જશે તેવો ડર લાગતાં વીંકેશ શેઠે સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.