કોરોના વાયરસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સામેથી સુઓ મોટો અરજી દાખલ કરી
શુક્રવાર, 13 માર્ચ 2020 (17:09 IST)
કોરોના વાયરસને લઇને રાજ્યભરમાં જાગૃતિ માટે કામગીરી અને પ્રિવેન્ટીવ મેજર્સ લેવા માટે સરકારને હાઈ કોર્ટ નિર્દેશો આપ્યા છે. સમગ્ર દુનિયા અને દેશના વિવિધ સ્થળો પરથી કોરોનાના પૉઝિટીવ કેસો સામે આવ્યા બાદ હવે તેને ગુજરાતમાં ફેલાતો અટકાવા માટે હાઇકોર્ટે નોધ લીધી છે.કોરોના ફેલાતો અટકાવવાને હાઇકોર્ટે જાહેર હિતનો મુદ્દો ગણાવીને સુઓ મોટો દાખલ કર્યો છે.કોરોના વાયરસને લઇને ગુજરાત હાઇકોર્ટે સામેથી સુઓ મોટો અરજી દાખલ કરી છે, અને સરકારને કેટલાક નિર્દેશો આપ્યા છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે હાઇકોર્ટે પરિસરમાં ઝીરો એરર ફ્રી ક્લિનનેસ, સેનિટેશન સહિતના મુદ્દાઓ પર ત્વરિત કામગીરી માટેના નિર્દેશ આપ્યા છે. રાજ્યભરમાં જાગૃતિ માટે કામગીરી અને પ્રિવેન્ટીવ મેજર્સ લેવા માટે સરકારને પણ નિર્દેશો આપ્યા છે.કોરોના ફેલાતો અટકાવવાને હાઇકોર્ટે જાહેર હિતનો મુદ્દો ગણાવીને સુઓ મોટો દાખલ કર્યો છે.