Amavasya in March 2020: સોમવતી અમાવાસ્યા, આજે જાણો શ્રદ્ધા-દાનનું મહત્વ

સોમવાર, 23 માર્ચ 2020 (15:18 IST)
હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં સોમવતી અમાવાસ્યાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિ વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરે છે. સોમવતી અમાવાસ્યનું મહત્વ સૂર્યગ્રહણ જેટલુ જ હોય છે. જ્યોતિષીઓના કહેવા મુજબ, અમાવસ્યા તીથી 23 માર્ચ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે,  અને 24 માર્ચ 2020, દિવસ મંગળવારે બપોરે 2:58 સુધી ચાલશે. સોમવારે આવતી અમાવસ્યાને સોમાવતી અમાવાસ્યા અથવા ભોમવતી   અમાવાસ્યા પણ કહેવામાં આવે છે.
 
સોમવતી અમાવાસ્યનું મહત્વ:
 
અમાવસ્યા પર, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઈનમાં ગોઠવાયેલા હોય છે. આજના  દિવસે યોગ, સ્નાન, દાન અને ધાર્મિક કાર્યો માટે વિશેષ મહત્વ ધરાવે છે. કેટલાક લોકો આ દિવસે વ્રત પણ રાખે છે. જ્યાં શક્ય હોય ત્યાં લોકો સોમાવતી અમાવાસ્યા પર ગંગામાં સ્નાન કરે છે અથવા નદી અથવા તેમની પાસેના જળાશયમાં પૂજા પ્રાર્થના કરે છે.
 
સુહાગન સ્ત્રીઓ રાખે વ્રત 
 
એવું માનવામાં આવે છે કે આજના દિવસે  પીપળાના ઝાડના ફેરા  લગાવવાથી પતિને લાંબુ આયુષ્ય મળે છે. મહિલાઓ એકત્ર  થાય છે અને પીપળના ઝાડ નીચે પૂજા કરે છે અને વ્રતનું પાલન કરે છે.
 
2020 અમાવસ્યા ક્યારે 
 
22 એપ્રિલ 2020 ના રોજ અમાવસ્યા  
21 મે 2020 ના રોજ અમાવસ્યા
20 જૂન 2020 ના રોજ અમાવસ્યા
20 જુલાઈ 2020 ના રોજ સોમવતી  અમાવાસ્યા
18 ઓગસ્ટ 2020 ના રોજ અમાવસ્યા
16 સપ્ટેમ્બર 2020 માં મહાલય અમાવાસ્યા
16 ઓક્ટોબર 2020 ના રોજ અમાવસ્યા 
14 નવેમ્બર 2020 ના રોજ અમાવમસ્યા 
14 ડિસેમ્બર 2020 ના રોજ સોમવતી અમાવાસ્યા 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર