ચમત્કાર - ચાર મહિનાની બાળકીને બે મહિનામાં 20 હાર્ટ એટેક, છતા પણ જીવંત

ગુરુવાર, 3 માર્ચ 2016 (17:14 IST)
સર એચ.એન. રિલાયન્સ ફાઉન્‍ડેશન હોસ્પિટ એંડ રિસર્ચ સેન્ટર ખાતે 22 ફેબ્રુઆરીએ અનોખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. બન્યુ  એવુ કે માત્ર 2 મહિનાની બેબી અદિતિ હૃદયની એક દુર્લભ ખામી સાથે જન્‍મેલી, એને કારણે તેને આટલી નાની ઉંમરે મલ્ટિપલ હાર્ટ-એટેક આવવા લાગ્યા  હતા. અદિતિને બચાવવા માટે તેના પર તાત્કાલીક ઓપરેશન કરવું જરૂરી હતું. ડોકટરોએ સતત નવ કલાક જેટલા લાંબા સમય સુધી ફુલ જેવી આ બાળકી પર ઓપરેશન કર્યુ અને એ સફળ રહ્યું. ડોકટરોએ આપેલા રીપોર્ટ પ્રમાણે હવે તેની તબીયત સુધારા પર છે.
 
અગાઉ અદિતિની ઈકો-કાર્ડિયોગ્રાફી કરવામાં આવી ત્યારે તેની આર્ટરીનું મૂળ અત્યંત એબ્‍નોર્મલ લાગ્યુ  અને એને કારણે તેના હૃદયમાંથી આવતો મોટા ભાગનો રકતપ્રવાહ બીજે ફંટાઈ જતો હતો. ઈવન એ હૃદય સુધી પુરતુ લોહી પણ પહોંચવા દેતું નહોતુ. હોસ્પિટલના પીડિયાટીક હાર્ટ કેર સેન્ટરના હેડ અને ચીફ સર્જન ડો. શિવપ્રકાશે જણાવ્‍યુ હતુ કે ‘આ તકલીફને મેડીકલ ભાષામાં એનોમેલસ લેફટ કોરોનરી આર્ટરી ફોમ પલ્મનરી આર્ટરી કહે છે, એને કારણે બાળકીને મલ્ટીપલ સાઈલન્ટ હાર્ટ-એટેક આવવા લાગ્યા  અને એણે હૃદયના સ્નાયુઓને નુકશાન પણ પહોંચાડયું.'
 
 પીડિયાટ્રીક વિભાગના કાર્ડિયોલોજીસ્‍ટ ડો. શ્રીપાલ જૈને જણાવ્‍યુ હતુ કે ‘આવી ખામી ધરાવતા બાળકો પોતાનો પહેલો જન્મદિવસ મનાવે એ પહેલા જ ગુજરી જાય છે. આ તકલીફ એટલી બધી દુર્લભ છે કે ત્રણ લાખ ડિલીવરીએ માંડ એકાદ બાળકમાં જોવા મળે છે અને એટલે જ મોટા ભાગે તબીબો એને પકડી શકતા નથી.'

વેબદુનિયા પર વાંચો