લોખંડની વીંટી - કાળા ઘોડાની નાળથી બનેલ વીંટી ધારણ કરવાથી પણ શનિની અશુભતામાં કમી આવે છે. સામાન્ય રીતે શનિના વક્રત્વ કાળને અત્યાધિક અશુભ પરિણામદાયક બતાવવામાં આવે છે. જ્યારે કે વ્યવ્હાર રૂપમાં જોવા મળ્યુ છે કે વક્રી હોવા પર પણ શનિના પ્રભાવોનુ શુભત્વ ઘણુ વધી જાય છે. આ સમયમાં જાતકને એ જ ફળ પ્રાપ્ત થાય છે જેનો તે અધિકારી છે. કારણ કે શનિ ન્યાયાધીશ છે. શનિ એક નિષ્પક્ષ ન્યાયકર્તા ગ્રહ છે.