કચ્છ લોકસભા ચૂંટણી 2019

શુક્રવાર, 3 મે 2019 (18:37 IST)
મુખ્ય પ્રતિદ્વંદી -  વિનોદભાઈ ચાવડા (ભાજપ)   નરેશ મહેશ્વરી (કોંગ્રેસ) 
 
કચ્છનું રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર.  ગુજરાતમાં શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત બે બેઠકમાંથી એક કચ્છ (નંબર- 1) બેઠક છે. ભાજપે વિનોદભાઈ ચાવડા તથા કૉંગ્રેસે નરેશ મહેશ્વરીને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે. વિનોદ ચાવડા ગત વખતે પણ ભાજપમાંથી ચૂંટાયા હતા.
 
1996થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. પુષ્પદાન ગઢવી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. અંજાર ગુજરાત સહિત દેશભરમાં સૂડી-ચપ્પાં માટે જાણીતું છે.
આ બેઠક હેઠળ આવતું મોરબી ઘડિયાળ તથા સિરામિક ઉદ્યોગ માટે વિખ્યાત છે.  અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર તથા મોરબી આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
 
908813 પુરુષ, 835000 મહિલા તથા 12 અન્ય સહિત કુલ 1743825 મતદાતા કચ્છ લોકસભા બેઠક હેઠળ નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર