હવન અને યજ્ઞ હિંદુ ધર્મમાં શુદ્ધીકરણનો કર્મકાંડ છે. હવન કુંડમાં અગ્નિ પ્રગટાવ્યા પછી આ પવિત્ર અગ્નિમાં ફળ, મધ, ઘી, કાષ્ઠ વગેરે પદાર્થોની આહુતિ મુખ્ય હોય છે. શુભકામના, સ્વાસ્થય અને સમૃદ્દિ વગેરે માટે હવન કરાય છે.
સામાન્ય રીતે જ્યારે હવન કે યજ્ઞ કરાય છે તો હવનમાં સામગ્રી કે આહુતિ નાખતા સમયે કેટલીક સામગ્રી નીચે પડી જાય છે. કેટલાક લોકો હવન પૂરા થયા પછી તેને ઉપાડીને હવન કુંડમાં નાખી દે છે, જે શાસ્ત્રોમાં વર્જિત ગણાય છે.
- જો આ કાર્યમાં થોડું વધારે કે ઓછું થઈ જાય તો તેનાથી રોગ શોક વગેરે મુશ્કેલી આવી શકે છે.
- તેથી હવનને તૈયાર કરાવતા સમયે માત્ર સુંદરતાના જ ધ્યાન ન રાખવું પણ કુંડ બનાવતાથી કુંડ શાસ્ત્રો મુજબ તૈયરા કરવું જોઈએ.