અમદાવાદ શહેરમાં ફરી રહ્યો છે દીપડો, વન વિભાગે લગાવ્યા પાંજરા

બુધવાર, 3 ફેબ્રુઆરી 2021 (11:28 IST)
અમદાવાદમાં એક સ્થાનિક દીપડાનો મૃતદેહ મળ્યા બાદ વન વિભાગે શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં જંગલી જાનવરને પકડવા માટે પાંજરા લગાવ્યા છે. સ્થાનિક લોકોએ શહેરમાં દીપડો હોવાની આશંકા વ્યક્ત કરી છે. એક અધિકારીએ જણાવ્યું કે સ્થાનિક લોકોએ દીપડાની આશંકા વ્યક્ત કરી છે ત્યારબાદ વિસ્તારમાં સાવધાનીના ભાગરૂપે બે પાંજરા લગાવ્યા છેઅને વસ્ત્રાલમાં બે અને પાંજરા લગાવવામાં આવશે. 
 
ઉપ વન સંરક્ષક સક્કીરા બેગમે જણાવ્યું કે વિસ્તારમાં એક વાછરડું મૃત મળી આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં કોઇ જંગલી જાનવર હોવાની અંદેશો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે વાછરડાનું પીએમ કરતાં જાણવા મળ્યું છે કે તેને કુતરાએ માર્યો છે ના કે દીપડાએ કે કોઇ અન્ય જાનવરે. 
 
અધિકારી જણાવ્યું કે વિસ્તારમાં કોઇ જંગલી પશુ હોવાના સંકેત નથી, પરંતુ સાવધાનીના ભાગરૂપે પાંજરા લગાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના બહારી વિસ્તારના એક રોડ પર સોમવારે સવારે એક દીપડો મૃત મળી આવ્યો હતો. તપાસમાં ખબરમાં પડી છે કે શહેર તરફ આવી રહેલો એક ગાડી સાથે ટકરાતા તેમનું મોત નિપજ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર