ડીસી ડિઝાઈન નેનો કરતા પણ નાની કાર લોંચ કરી

સોમવાર, 6 જાન્યુઆરી 2014 (14:27 IST)
P.R
ડીસી ડિઝાઈનનુ નામ તો તમે સાંભળ્યુ જ હશે.. ડીસી મતલબ દિલીપ છાબડિયા ભારતમાં એકમાત્રે એવી કાર ડિઝાઈનર જે કસ્ટમાઈજ કારો માટે ઓળખાય છે.

ડીસીએ હવે અ અવાતને એકદમ સ્પષ્ટ કરી દીધી છે કે કંપની ઓટો એક્સપો 2014માં શુ નવુ કરવાની છે.

કંપની આ વખતે ઓટો શો દરમિયાન પોતનાઅ બે નવા મોડલ રજૂ કરવાની છે. અગાઉ દિલ્હી ઓટો એક્સપોમાં ડીસીએ દેશની પહેલી સુપરકાર ડીસી અવંતી રજૂ કરી હતી.

તેની સફળતા પછી કંપની જાતે દેશમાં એક લકઝરી કાર કંપનીના રૂપમા સ્થાપિત થવા માંગે છે. દિલીપ છાબડિયા કહે છે - પહેલીવાર 4 સીટવાળી કનવર્ટિબલ એસયૂવી લોંચ થશે.જેનો આકાર નાનો તો હશે જ પણ એ નેનો કારથી પણ નાની કાર રહેશે.

ડીસી પોતાની કારમાં અત્યાધુનિક તકનીકી અને લકઝરી ફીચર્સનો ઉપયોગ કરે છે તેથી સ્પષ્ટ છે કે કિમંત વધુ જ હશે.

ફેબ્રુઆરી 2-14ની ઓટો એક્સપોમાં રજૂ થનારી આ કારની કિમંત 18-40 લાખ સુધી હોઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો