Try this : જૂતામાં દુર્ગધ આવતી હોય તો આ ટીપ્સ અજમાવો .. બીજા પણ ઘરેલૂ ઉપાય જુઓ

જૂતામાં દુર્ગધ આવતી હોય તો - ઘણીવાર પરસેવાને કારણે આપણા પગનાં જોડાઓમાંથી દુર્ગંધ આવે છે. આવુ ન થાય તે માટે બૂટ પહેરતા પહેલા તેમા થોડો ટેલકમ પાવડર નાખી દો. તેથી તમને જોડાંમાં ભીનાશ પણ નહી લાગે અને દુર્ગંધ પણ નહી આવે.


ફૂદીનાનો રસ - રોજ ફૂદીનાનો રસ પીવાથી એસીડીટીની સમસ્યા રહેતી નથી. તમે રસની જગ્યાએ રોજ એક ચમચી ફુદીનાની ચટણી પણ ખાઈ શકો છો.

અકળામણ કે ઉલટી જેવુ થવુ - જેમને ઉલટી ઉબકા આવતા હોય તેમને એક એક ચમચી ડુંગળીનો રસ થોડી થોડી વારે પીવડાવવાથી ઉલટી-ઉબકાંની સમસ્યા દૂર થાય છે.

કસરત કરતા પહેલા - કસરત કરતા પહેલા બોડી ક્લોક પર નજર નાખો. જે સમયે તમે સૌથી વધુ ઉર્જાવાન(સ્ફૂર્તિવાળા)અનુભવો એ સમયે જ કસરત કરો.

મચ્છરને ભગાડવા - મચ્છરોથી છુટકારો મેળવવો હોય તો રાત્રે ઓશિકા નીચે અને સમગ્ર રૂમમાં ફુદીનાના પાન મુકી દો. મચ્છર તમારી આસપાસ પણ નહી આવે.

સફેદ કપડાં ચમકી જશે - સફેદ કપડાંને વધુ સફેદ કરવા હોય તો ગરમ પાણીમાં એક ટુકડો લીંબૂ નીચોવીને તેમાં કપડાં 10 મિનિટ માટે પલાળી રાખો.

કવર ખોલવા માટે - જો કવર ચોંટાડ્યા પછી તેને ફરીથી ખોલવુ હોય તો તેને એક કલાક માટે ફ્રીજરમાં મુકી દો, ચોંટાડેલુ કવર સહેલાઈથી ખુલી જશે.

વેબદુનિયા પર વાંચો