Republic Day 2025: 76મો કે 77મો, આ વખતે કયો ગણતંત્ર દિવસ ઉજવાશે, જાણો

સોમવાર, 20 જાન્યુઆરી 2025 (18:59 IST)
republic day
Republic Day 2025: ભારતમાં દર વર્ષે 26 જાન્યુઅરીના રોજ ગણતંત્ર દિવસનુ આયોજન કરવામાં આવે છે. આ દિવસ ભારતના સંવિઘાનને અપનાવવાનુ પ્રતિક પણ છે. આ દિવસે નવી દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પર પરેડનુ આયોજન કરવામાં આવે છે.  જેમા ભારતીય સશસ્ત્ર બળોની શક્તિઓનુ પ્રદર્શન કરવામાં આવે છે. 
 
આ આયોજનમાં મોટી સંખ્યામાં દર્શક પહોચે છે અને આ ઐતિહાસક ક્ષણના સાક્ષી બને છે. જોકે આ સવાલ છે કે આ વખતે 76મો કે 77 મો ગણતંત્ર દિવસનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ લેખમાં આપણે આ વિશે જાણીશુ. 
 
શુ છે ઈતિહાસ ?
વર્ષ 1947માં 27 ઓક્ટોબરના રોજ 299 સભ્ય સંવિધાન સભાએ ભારતીય સંવિધાનનો મસૌદા તૈયાર કરવો શરૂ કર્યો હતો, જેને છેવટે 26 નવેમ્બર 1949ના રોજ અપનાવવામાં આવ્યો હતો. 
 
સંવિઘાન સભાને ભારતીય સંવિધાનને અંતિમ રૂપ આપવામાં ત્રણ વર્ષ લાગ્યા, જેમા ડૉ બી. આર. આંબેડકરે મસૌદા સમિતિના અધ્યક્ષના રૂપમાં કામ કર્યુ. 
 
જો કે સત્તાવાર રૂપે આ 26 જાન્યુઆરી 1950 ના રોજ લાગુ થયો, જેની સાથે જ ભારતની એક સંપ્રભુ લોકતાંત્રિક ગણરાજ્યના રૂપમાં શરૂઆત થઈ. 
 
76 મો કે 77મો ગણતંત્ર દિવસ ? 
અનેક લોકો 1949 થી ગણતરી કરે છે અને વિચારે છે કે એ દિવસે સંવિધાન અપનાવવામાં આવ્યો હતો, પણ તેનુ વાસ્તવિક મહત્વ એ દિવસમાં રહેલુ છે જ્યારે એ લાગુ થયો. આ અધિનિયમ 1050મા લાગૂ થહો અને 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતના ગણતંત્ર દિવસ સમારોહની સત્તાવાર તિથિ બનાવી દેવામાં આવી. આ રાષ્ટ્રીય ગૌરવનો દિવસ છે. જેને દેશભરના નાગરિક દેશભક્તિની ભાવના સાથે ઉજવે છે. તેથી ભારત પોતાનો 76મો ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી ના રોજ ઉજવશે. 
 
કેમ ઉજવાય છે ગણતંત્ર દિવસ ?
1950 માં ભારતીય સંવિઘાનને અપનાવવાનુ સમ્માનમાં ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. 
 આ દિવસ બ્રિટિશ શાસનથી ભારતને એક સાર્વભૌમ, લોકશાહી ગણરાજ્યમાં રૂપાંતરિત કરવાનો દિવસ છે. તે રાષ્ટ્રના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની સ્થાપનાનું પ્રતીક છે.
 
પ્રજાસત્તાક દિવસ ફક્ત 26 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે?
 
૧૯૩૦ માં, ૨૬ જાન્યુઆરીને સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણાની ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યો. પ્રજાસત્તાક દિવસ એ રાષ્ટ્રીય ગૌરવનો ક્ષણ છે, જે ભારતની એકતા અને લોકશાહી મૂલ્યોનું પ્રતીક છે. આવી સ્થિતિમાં, પ્રજાસત્તાક દિવસ ફક્ત 26 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવે છે.
 
 
આ દિવસ બ્રિટિશ શાસનથી ભારતને એક સાર્વભૌમ, લોકશાહી ગણરાજ્યમાં રૂપાંતરિત કરવાનો દિવસ છે. તે રાષ્ટ્રના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની સ્થાપનાનું પ્રતીક છે.
 
પ્રજાસત્તાક દિવસ ફક્ત 26 જાન્યુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે?
 
૧૯૩૦ માં, ૨૬ જાન્યુઆરીને સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણાની ઉજવણી માટે પસંદ કરવામાં આવ્યો. પ્રજાસત્તાક દિવસ એ રાષ્ટ્રીય ગૌરવનો ક્ષણ છે, જે ભારતની એકતા અને લોકશાહી મૂલ્યોનું પ્રતીક છે. આવી સ્થિતિમાં, પ્રજાસત્તાક દિવસ ફક્ત 26 જાન્યુઆરીએ જ ઉજવવામાં આવે છે.
 
ભારતીય સંવિઘાન પ્રારૂપ સમિતિના સભ્યોનુ લિસ્ટ  
૧૯૪૭માં રચાયેલી ભારતીય બંધારણની મુસદ્દા સમિતિમાં નીચેના સભ્યો હતા:
 
-ડો. બી.આર. આંબેડકર (અધ્યક્ષ): બંધારણના મુખ્ય શિલ્પી
 
- અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર: પ્રખ્યાત વકીલ અને બંધારણીય નિષ્ણાત
 
-એન. ગોપાલસ્વામી આયંગર: રાજકારણી અને રાજદ્વારી
 
-કે.એમ. મુનશી: સ્વાતંત્ર્ય સેનાની અને લેખક
 
-સૈયદ મોહમ્મદ સાદુલ્લાહ: રાજકારણી અને આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી
 
-બી.એલ. મિટર: બંધારણીય નિષ્ણાત (એન. માધવ રાવના મૃત્યુ પછી)
 
 
-ડી.પી. ખૈતાન: ન્યાયશાસ્ત્રી (તેમના મૃત્યુ પછી ટી.ટી. કૃષ્ણમાચારીએ સ્થાન લીધું)
 
-ટીટી કૃષ્ણમાચારી: અર્થશાસ્ત્રી અને રાજકારણી (ડીપી ખૈતાનના સ્થાને)
 
-એમ. અનંતશયનમ આયંગર: પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની અને વકીલ
 
આ સભ્યોએ સાથે મળીને બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો, ભારતના લોકશાહી માળખાને આકાર આપ્યો અને ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાના મૂલ્યોનો સમાવેશ કર્યો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર