વેજીટેબલ સેન્ડવીચ બનાવો

સોમવાર, 20 જાન્યુઆરી 2025 (13:09 IST)
સામગ્રી
સ્લાઈસ કરેલી બ્રેડ - 4
મિક્સ શાકભાજી- 1 કપ (કેપ્સિકમ, ગાજર, વટાણા, ટામેટા, ડુંગળી)
માખણ - 2 ચમચી
લીલી ચટણી - 1 ચમચી
લાલ મરચું પાવડર – અડધી ચમચી
હળદર પાવડર - અડધી ચમચી
ધાણા પાવડર- અડધી ચમચી
ખાંડ - અડધી
મીઠું - સ્વાદ મુજબ
લીલા ધાણા - 1 ચમચી (ઝીણી સમારેલી)
ચીઝ - 1 કપ
 
 
સેન્ડવીચ રેસીપી
સૌ પ્રથમ, ઉપર જણાવેલ સામગ્રી તૈયાર કરો. પછી એક પેનમાં માખણ ગરમ કરો અને તેમાં બારીક સમારેલા શાકભાજી ઉમેરો અને થોડીવાર સાંતળો.
આ પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર, ખાંડ જેવા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. શાકભાજીને થોડીવાર પાકવા દો, જેથી તે નરમ થઈ જાય.
છેલ્લે લીલા ધાણા ઉમેરી મિક્સ કરો. બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવો. પછી તેમાં તૈયાર કરેલું વેજીટેબલ મિશ્રણ અને ચીઝ નાખી બ્રેડને ઢાંકી દો.
એક તવા પર થોડું બટર લગાવો અને સેન્ડવીચને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો. પછી ગરમાગરમ વેજીટેબલ સેન્ડવીચ સર્વ કરો.

Edited By- Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર