દ્રવિડના જડબાનું હાડકું તુટ્યું, સ્વદેશ ફરશે

ભાષા

મંગળવાર, 26 જાન્યુઆરી 2010 (12:17 IST)
PTI
PTI
ભારતીય બેટધર રાહુલ દ્વવિડના જડબામાં તેજ બોલર શહાદત હુસૈનના બાઉંસરથી ફેક્ચર થઈ ગયું છે અને હવે તે આજે સ્વદેશ પરત ફરશે.

દ્વવિડને આ ઈજા લાગ્યાં બાદ તત્વરિત મેદાનમાંથી ઢાકાની સ્ક્વેયર હોસ્પિટલમાં લઈ જઈને આઈસીયૂમાં ભર્તી કરવામાં આવ્યાં હતાં. તેમના જડબામાં 'હેયરલાઈન ફેક્ચર' આવ્યું છે.

દ્રવિડને બાંગ્લાદેશ વિરુદ્ધ બીજા ટેસ્ટ ક્રિકેટના બીજા દિવસે કાલે ટી-ટાઈમ બાદ આ ઈજા પહોંચી હતી. દ્રવિડે શહાદતના બાઉંસરથી બચવાના પ્રયત્નમાં દડા પરથી પોતાની નજર હટાવી દીધી. દડો વધુ ઉછળ્યો નથી અને સીધો દ્રવિડના જડબા સાથે અથડાઈ ગયો.

દ્રવિડ દુખાવાથી પીડાઈ રહ્યાં હતાં અને તેમણે તરત જ પોતાનું હેલમેટ કાઢી નાખ્યું. તેમણે પોતાના જડબા પર હાથ રાખ્યો હતો અને ઈજાના પ્રભાવથી અસહનીય દુખાવો તેમના ચહેરા પર સ્પષ્ટ નજરે ચડી રહ્યો હતો. ટીમના ફિજિયો તરત જ મેદાનમાં પહોંચ્યાં અને દ્રવિડને તરત જ મેદાનથી બહાર લઈ ગયાં. દ્રવિડ રિટાયર્ડ હટ થઈ ગયાં. એ સમયે તેમનો સ્કોર 111 રન અને ભારતનો સ્કોર 368 રન હતો.

હોસ્પિટલમાં દ્રવિડની સારવાર કરી રહેલા તબીબ ફજલુલ હકે જણાવ્યું કે, તે પહેલાથી વધુ રાહત અનુભવી રહ્યાં છે. તે ત્યાં રાત ભર રહેશે અને કાલે તેમને રજા આપી દેવામાં આવશે. દ્રવિડના જડબામાં ફેક્ચર વિષે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, તેને પૂરી રીતે ફેક્ચર ન કહી શકાય પરંતુ તેના જડબા પર દડાની ઉંડી અસર પડી છે. અમે તેમને સાવચેતીના ભાગરૂપે આઈસીયૂમાં રાખ્યાં છે.

વેબદુનિયા પર વાંચો