એક તરફ બુલેટ ટ્રેનના સ્વપ્ન ગુજરાતની જનતાને બતાવાઇ રહ્યા છે, ત્યારે બીજી તરફ આ બુલેટ ટ્રેન ખેડૂતોની 1400 હેક્ટર જમીન ઉ૫ર ફરી વળનાર હોવાનું બહાર આવ્યું છે. તેના કારણે ગુજરાતના 20 હજારથી વધુ ખેડૂતો પ્રભાવિત થશે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હાલ શરૂ થયેલી જમીન સંપાદન પ્રક્રિયાનો ખેડૂતોમાંથી ભારે વિરોધ ઉઠવા માંડ્યો છે. અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અમિરો માટે દોડનાર આ ટ્રેન જગતના તાત એવા અનેક કિસાનોને પાયમાલ કરી નાખશે તેવા આક્ષેપો થઇ રહ્યા છે.