નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે સંસદમાં માહિતી આપી છે કે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 51.04 કરોડ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. 9 વર્ષ પહેલા શરૂ થયેલી આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં PMJDY યોજનાના 51 કરોડ બેંક ખાતાઓમાં 2.08 ટ્રિલિયન (રૂ. 2 લાખ કરોડથી વધુ)ની રકમ જમા કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ ડેટા 29 નવેમ્બર, 2023 સુધીનો છે અને જન-ધન ખાતાઓમાં 2,08,855 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી જન ધન યોજના શું છે?
દેશમાં તમામ વર્ગોને નાણાકીય સમાવેશ હેઠળ લાવવાના રાષ્ટ્રીય મિશન હેઠળ 28 ઓગસ્ટ 2014ના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. PMJDY સિવાય, અન્ય ઘણી નાણાકીય સમાવેશ યોજનાઓમાં મુદ્રા યોજના અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાનો સમાવેશ થાય છે.