Pankaj Udhas Passed Away: ગઝલ ગાયક પંકજ ઉધાસનુ થયુ નિધન, 72 વર્ષની આયુમાં લીધા અંતિમ શ્વાસ

સોમવાર, 26 ફેબ્રુઆરી 2024 (16:30 IST)
જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનુ નિધન થઈ ગયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેમનો જન્મ 17 મે 1951ના રોજ ગુજરાતના જેતપુરમાં થયો હતો. 

પરિવારનુ સ્ટેટમેંટ 
પંકજ ઉધાસની પુત્રીએ ઈસ્ટાગ્રામ પર એક પોસ્ટ રજુ કરી પરિવારનુ સ્ટેટમેંટ રજુ કર્યુ છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યુ, અત્યંત દુખ સાથે અમે તમને બતાવી રહ્યા છે કે પદ્મશ્રી પંકજ ઉધાસનુ 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.  એવુ બતાવાય રહ્યુ છે કે સવારે 11 વાગે તેમનુ મુંબઈના એક હોસ્પિટલમાં મોત થયુ હતુ. પંકજ ઉધાસનુ પાર્થિવ શરીર હાલ બ્રીચ કૈડી હોસ્પિટલમાં જ છે. ભાઈઓની રાહ જોવાય રહી છે.  આવતીકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 
 
વર્ષ 2006માં મળ્યો હતો પદ્મશ્રી 
ઉધાસને ફિલ્મ નામમાં ગાયકી દ્વારા પ્રસિદ્ધિ મળી. જેમા તેમનુ એક ગીત ચિઠ્ઠી આઈ હૈ ખૂબ લોકપ્રિય થયુ હતુ.  ત્યારબાદ  તેમણે અનેક ફિલ્મો માટે પોતાની સદાબહાર અવાજ આપી. આ ઉપરાંત તેમણે અનેક આલ્બમ પણ રેકોર્ડ કર્યા અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનુ પ્રદર્શન કર્યુ.  વર્ષ 2006માં પંકજ ઉધાસને પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 
 
રાજકોટમાં થયો હતો પંકજ ઉધાસનો જન્મ 
પંકજ ઉધાસનો જન્મ ગુજરાતમાં રાજકોટ પાસે ચારખડી-જૈતપુરમાં એક જમીનદાર ચારણ પરિવારમાં થયો હતો. તે ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. પંકજના પિતાનુ નામ કેશુભાઈ ઉધાસ હતુ.  પંકજના મોટાભાઈ પણ સિંગર હતા. મનોહર ઉધાસ બોલીવુડમાં હિન્દી પાર્શ્વ ગાયક હતા. તેમણે પંકજને પહેલા જ બોલીવુડમાં અલગ ઓળખ બનાવી લીધી હતી.  તેમના બીજા મોટાભાઈ નિર્મલ ઉધાસ પણ એક જાણીતા ગઝલ ગાયક છે. સૌથી પહેલા નિર્મલે જ ગાયિકીની દુનિયામાં પગ મુક્યો. 


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nayaab Udhas (@nayaabudhas)

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર