ઓસ્ટ્રેલિયાએ મેક્સવેલના રિવર્સ સ્વીપ પર ફોર સાથે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. આ સાથે ઓસ્ટ્રેલિયા બીજા પ્રયાસમાં પ્રથમ વખત T20 વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે. ઓસ્ટ્રેલિયાને છેલ્લી 2 ઓવરમાં 11 રનની જરૂર હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાએ ટિમ સાઉથીની ઓવરના પાંચ બોલમાં 11 રન બનાવ્યા હતા. ઓવરના પહેલા બોલ પર માર્શે લોંગ ઓફની નજીક ચોગ્ગો ફટકાર્યો અને પછી પાંચમા બોલે મેક્સવેલ દ્વારા રિવર્સ સ્વીપ પર થર્ડ મેન પર ફોર ફટકારીને મેચ જીતી લીધી.
ફાઈનલ સુધીનુ સફર
બંને ટીમો ફાઇનલમાં પહોંચતા પહેલા ગ્રુપ સ્ટેજમાં 4-4 મેચ જીતી હતી અને બીજા સ્થાને રહી હતી. ત્યારપછી સેમિફાઈનલમાં ખિતાબના દાવેદારોનો પરાજય થયો હતો. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાન પર 5 વિકેટે જીત મેળવી હતી.
173 રનના ટાર્ગેટને કાંગારૂઓએ 18.5 ઓવરમાં બે વિકેટના નુકસાને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ અણનમ 77 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે 53 રન બનાવ્યા હતા. કીવીઝ તરફથી ટ્રેન્ટ બોલ્ટે બંને વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા.