વધુમાં સીબીડીટી એ જણાવ્યું કે, જેને 01 જુલાઈ 2017 સુધીમાં PAN ઈશ્યુ કરવામાં આવ્યા છે અને જેમની પાસે આધાર નંબર છે અથવા જે આધાર બનાવવાને પાત્ર છે, તેમણે PAN નંબરને આધાર કાર્ડ સાથે લીન્ક કરાવવા માટે આધાર નંબરની જાણકારી ઈન્કમ ટેક્સ વિભાગને આપવાની રહેશે.સુપ્રીમ કોર્ટે એવા લોકોને ITR ફાઈલ કરવા અથવા PAN કાર્ડ બનાવવામાં કોઈ રાહત નથી આપી જેમની પાસે આધાર નંબર નથી અથવા જેઓ આધાર કાર્ડ કઢાવવા ઈચ્છતા નથી.