આયુષ્યમાન ખુરાનાની હેપ્પીનેસ એમ્બેસેડર તરીકે નિમણુક

શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (09:33 IST)
નેકસસ મૉલ્સ દ્વારા વધુ એક અનોખી પહેલ હાથ ધરીને અમદાવાદ મૉલ તથા તેના પોર્ટફોલિયોના અન્ય મૉલ માટે આયુષ્યમાન ખુરાનાની હેપ્પીનેસ એમ્બેસેડર તરીકે નિમણુક કરી છે.
 
ભારતમાં સફળ સંચાલનનાં ત્રણ વર્ષ પૂરાં કરીને નેકસસ મૉલ્સ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત તેમને પ્રથમ બોલીવુડ સેલિબ્રીટીની એમ્બેસેડર તરીકે નિમણુંક કરનાર રિટેઈલ રિયલ એસ્ટેટ કંપની બનાવે છે. વિતેલાં 3 વર્ષ દરમ્યાન બ્લેકસ્ટોન ઈન્ડીયાની રિટેઈલ શાખા નેકસસ મૉલ્સ દ્વારા તેના પોર્ટફોલિયોના નવ મૉલ્સમાં ગ્રાહકો જે રીતે ખરીદી કરે છે તેની પરિભાષા સફળતાપૂર્વક બદલી નાખવામાં આવી છે. 
આ જાહેરાત અંગે વાત કરતાં નેકસસ મૉલ્સના ચીફ માર્કેટીંગ ઓફિસર નિશાંક જોષી જણાવે છે કે "નેકસસ મૉલ્સમાં અમે જે કાંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તેના કેન્દ્રમાં હેપ્પીનેસને રાખવા માગતા હોઈએ છીએ. અમારા મૂલ્યોનુ માનવીય પ્રતિનિધિત્વ કરનાર કોઈની અમે શોધમાં હતા ત્યારે આયુષ્યમાન ખુરાના અમને એક નોખુ તરી આવતુ નામ જણાયુ હતું. તે વિશિષ્ઠ, મોહક અને પડોશમાં રહેતા છોકરા જેવી ઈમેજ ધરાવે છે. આ બાબતને તેની ઉચ્ચ ફેશન સેન્સ સાથે જોડીએ તો તે  અમારા માટે ખૂબ જ યોગ્ય નિવડીને  અમારા મુખ્ય ગ્રાહકો એવા યુવાનો સાથે નાતો જોડે છે. આયુષ્યમાનને સાથે રાખીને  અમે ઘણી બાબતો હાથ ધરવાનુ વિચાર્યું છે. એમાંની કેટલીક ઉપર હાલમાં કામ થઈ રહ્યું છે, જે નેકસસના અનુભવને ઉચ્ચ સ્તરે લઈ જશે."
 
આયુષ્યમાન ખુરાના અને નેકસસ મૉલ્સ ઘણી સમાનતા ધરાવે છે.  બંને તેમના દર્શકોને એક વિશિષ્ઠ અનુભવ પૂરો પાડે છે, જે દૂરગામી બની રહે છે. રૂપેરી પડદે આયુષ્યમાનને ભિન્ન પ્રકારની ભૂમિકાઓ કરી છે અને દર્શકોમાં નોખી છાપ છોડી છે. સમાન પ્રકારે નેકસસ મૉલ્સ કલ્પના શક્તિ અને ઈનોવેશનનો સમન્વય કરીને તેમના  સમર હેપ્પીનેસ કેમ્પેઈનના હિસ્સા તરીકે મૉલ્સમાં ડાયનોસર્સ, ડ્રેગન્સ  અને મિનિઅન પ્રતિકૃતિઓ રજૂ કરશે અગાઉ નેકસસ મૉલ્સ પોતાનાં સોશિયલ મિડીયા પેજીસ મારફતે રોમાંચ ઉભો કરી ચૂક્યા છે.
આયુષ્યમાન ખુરાના જણાવે છે કે " ભારતમાં વણખેડાયેલી આ મજલનો હિસ્સો બનતાં હું આનંદ અનુભવું છું. મૉલ્સ શોપીંગની વધુ આગળ નીકળીને આપણા જીવનનો આંતરિક હિસ્સો બની ચૂક્યા છે. ઘણા બધા પરિવારો માટે મૉલ્સ વીકએન્ડ દરમ્યાન ફેશન, આનંદપ્રમોદ, અને આહારની જરૂરિયાતો એક જ સ્થળે ઉપલબ્ધ કરતુ સ્થાન બન્યા છે. નેક્સસ મૉલ્સના એક હિસ્સા તરીકે દર વર્ષે અમારા મૉલ્સમાં આવતા 70 મિલિયન લોકો માટે હુ હેપ્પીનેસની ક્ષણોનુ સર્જન કરવા માટે અને અનુભવ પૂરો પાડવા માટે હું આશાવાદી છું." આયુષ્યમાન ખુરાનાએ ફિલ્મી પડદે અને વાસ્તવિક જીવનમાં જે કાંઈ હાંસલ કર્યું છે. તેના ઉપરથી પ્રેરણા મેળવીને અમદાવાદ વન મૉલ આગામી વર્ષે ઈનોવેશનને આગળ ધપાવીને ઈન્ડીયન શોપર્સને  વિશ્વ સ્તરનો અનોખો અનુભવ પૂરો પાડવા માટે પ્રયત્નશીલ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર