નવજાત બાળકીનો કર્યો ત્યાગ, લક્ષ્મીપૂજા ના દિવસે જ સાક્ષાત લક્ષ્મીનો ત્યાગ

શુક્રવાર, 5 નવેમ્બર 2021 (16:02 IST)
દિવાળીમાં લોકો લક્ષ્મીને પ્રસન્ન કરવા અનેક ઉપાયો કરે છે, પણ અમદાવાદમા એક એવી ઘટના બની જે સાંભળીને સૌના મનમા એક જ સવાલ થશે કે લક્ષ્મી એટલે શુ માત્ર ઘરમાં રૂપિયા આવવા એ જ કહેવાય. લક્ષ્મી તમારા પર મહેરબાન થવાની છે તેનો ઈશારો લઈને કોઈ બાળકી જન્મે તો શુ આપ તેને ત્યજી શકો છો ?  અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં લક્ષ્મી સ્વરૂપ એક નવજાત બાળકીને કોઈ રસ્તાની બાજુમાં આવેલા બસ સ્ટોપની નીચે નાખીને મૂકીને જતુ રહ્યુ,  એક તરફ લોકો લક્ષ્મીને વધાવવા માટે પ્રયાસ કરતા હતા ત્યારે આ દિકરી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી. કોઈ દુકાનદારે આ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો અને પોલીસને જાણ કરી હતી. જે બાદ બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી
 
દિવાળીની રાતે સામાન્ય રીતે લોકો મા લક્ષ્મીની આરાધના કરીને તેમને ઘરે આવવા આજીજી કરે છે. ત્યારે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં લક્ષ્મી સ્વરૂપ એક બાળકી રજળતી હતી. નવજાત બાળકીને કોઈ રસ્તાની બાજુમાં આવેલા બસ સ્ટોપની નીચે મૂકીને જતું રહ્યું હતું. એક તરફ લોકો લક્ષ્મીને વધાવવા માટે પ્રયાસ કરતા હતા ત્યારે આ દિકરી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી હતી. કોઈ દુકાનદારે આ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો અને પોલીસને જાણ કરી હતી. જે બાદ બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.
 
મોટાભાગના પરિવાર પોતાના ઘરમાં મા લક્ષ્મી પૂજા આરાધના કરી રહ્યા હતા દિવાળીની રાતે સમગ્ર દેશ ઝગમગાટ સાથે નવા વર્ષના વધામણાં કરવા માટે પ્રયાસ કરી રહ્યો હતો.  પણ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ એ.એમ.ટી.એસ બસ સ્ટોપની લોંખડની બેન્ચ નીચે નવજાત બાળકી રડી રહી હતી. કોઈ અજાણી વ્યક્તિ આ બાળકીને કપડામાં લપેટીને નાખી ગઈ હતી.
 
રાતના 12 વાગે ફટકડાનો અવાજ આવતો હતો. લોકો પોતાના ઘરે આનંદ ઉત્સાહમાં હતા. ત્યારે કૃષ્ણનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પકજભાઈ જૈન પોતાની દુકાન બંધ કરીને ઘર તરફ જતા હતા. એવામાં નાના બાળકો તેમની પાસે આવ્યા અને કહ્યું કે અહીંયા કોઈનો રડવાનો અવાજ આવે છે.
 
પંકજભાઈએ ત્યાં જઈને જોયું તો ત્યાં એક કપડામાં તાજી જન્મેલી બાળકી હતી. બસ સ્ટોપની લોખંડ બેન્ચ નીચે આ બાળકીને જોઈને પંકજભાઈએ તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને 108ની ટીમ ત્યાં પહોંચી હતી. બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી. જ્યારે બાળકીને કોણ મૂકી ગયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર