દેવવૃક્ષ પીપળો દૂર કરશે તમારા બધા દુ:ખ, ચમત્કારી ફળ પ્રદાન કરશે આ ઉપાય

સોમવાર, 7 નવેમ્બર 2016 (12:02 IST)
ભગવદગીતામાં જ્યા ભગવાને ખુદને વૃક્ષોમાં પીપળો કહ્યા છે તો બીજી બાજુ દેવવૃક્ષ મનાતા પીપળાને લઈને અનેક ઉપાયો પણ જાણીતા છે. એવુ કહેવામાં આવે છે કે જો પીપળાની પૂજા નિયમિત રૂપે કરવામાં આવે તો  બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.  પીપળામાં રોજ જળ અર્પિત કરવાથી કુંડળીના અનેક અશુભ મનાતા ગ્રહ યોગોનો પ્રભાવ ખતમ થઈ જાય છે. 
 
- શનિની સાઢેસાતી કે ઢૈય્યામાં પીપળાની પૂજા શનિના કોપથી બચાવે છે. આ ઝાડની માત્ર પરિક્રમા કરવાથી જ કાળસર્પ જેવા ગ્રહ યોગના ખરાબ પ્રભાવથી પણ છુટકારો મળી જાય છે. 
 
- આ ઉપરાંત જ્યોતિષ અને બધા ધર્મશાસ્ત્રો મુજબ એક પીપળનુ ઝાડ લગાવનાર વ્યક્તિને જીવનમાં કોઈપણ પ્રકારનુ કોઈ દુખ સતાવતુ નથી. એવી અનેક લોકોની સ્પષ્ટ માન્યતા છે. 
 
- કહેવાય છે કે પીપળનુ ઝાડ લગાડવ્યા પછી તેને નિયમિત રૂપે જળ અર્પિત કરવુ જોઈએ. જેમ જેમ આ વૃક્ષ મોટુ થશે તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધતી જશે. ધન વધતુ જશે. 
 
- જો કોઈ વ્યક્તિ કોઈ પીપળાના વૃક્ષ નીચે શિવલિંગ સ્થાપિત કરે છે અને નિયમિત રૂપે પૂજન કરે છે તો તેની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. 
 
- શનિ દોષોથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષનો રામબાણ ઉપાય છે. શનિની સાઢેસાતી અને ઢૈયાના ખરાબ પ્રભાવને નષ્ટ કરવા માટે દર શનિવારે પીપળના વૃક્ષ પર જળ ચઢાવીને સાત પરિક્રમા કરવી જોઈએ. આ સાથે જ સાંજના સમયે પીપળના વૃક્ષ નીચે દીવો પણ લગાવવો જોઈએ. 
 
- પીપળાના વૃક્ષ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો ચમત્કારી ફળ પ્રદાન કરનારો ઉપાય છે. 
 
- પિતૃની તૃપ્તિ માટે વ્યક્તિએ દર મહિનાની અમાસ પહેલા આવનારી ચૌદસના દિવસે વડના ઝાડ કે પીપડાના ઝાડને દૂધ અર્પિત કરવુ જોઈએ. આ ઉપાયથી પિતૃ દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ જાય છે. 
 

વેબદુનિયા પર વાંચો