કોરોનાએ ગુજરાતને બાનમાં લીધું, એક દિવસમાં 14 કેસ નોંધાતા કુલ 122 કેસ થયા

સોમવાર, 6 એપ્રિલ 2020 (08:49 IST)
છોટાઉદેપુરના પાવીજેતપુર અને બોડેલી ગામનો શખ્સ તબલીગી જમાતની મરકઝથી પરત આવ્યો હતો. બે દિવસ પહેલા બે શખ્સ સહિત 8 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી બોડેલીના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલ કેસમાંથી 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. એક દિવસમાં થયેલા 14 નવા કેસમાં અમદાવાદમાં આઠ કેસ સૌથી વધુ નોંધાયા છે જેમાં પાંચ કેસમાં દિલ્હી કનેક્શન જોવા મળ્યું છે. સુરત તેમજ ભાવનગરમાં બે-બે કેસ, વડોદરામાં એક અને છોટા ઉદેપુરમાં સૌપ્રથમ કેસ થયો છે.

સુરત-15
ભાવનગર-11
વડોદરા-10
ગીર સોમનાથ-2
મહેસાણા-1
પાટણ- 1
122 કેસમાંથી 33 વિદેશથી આવેલા, 17 આંતરરાજ્ય અને 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. ડો. જયંતિ રવિના મતે કુલ કેસ પૈકી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી તેમજ 94ની સ્થિતિ સ્ટેબલ છે અને 17 લોકોની સફળ સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે.

<span "="">તેમણે જણાવ્યું કે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જેટલા પણ પરંપરાગત સાદગીભર્યા નુસ્ખા અપનાવો. કોગળા કરવા, ગરમ પાણી સતત પીવું. જો વાયરસ એટેક કરે તો રોગપ્રતિકારક શક્તિથી તેની સામે જીતી શકાય છે. તેમજ લોકડાઉનના નિયમોનું પાલન કરો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર