વિધાનસભાની ચૂંટણીને લઈને 85 ટકા પોલીસે મતદાન કર્યું,અમદાવાદમાં 10,000 પોલીસ સાથે,112 CAPF,15 SRP ની કંપની તૈનાત રહેશે.

શનિવાર, 26 નવેમ્બર 2022 (18:59 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.અમદાવાદમાં 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે સમગ્ર અમદાવાદમાં અત્યારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે સ્થાનિક પોલીસ ઉપરાંત ,SRPF, CAPF અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. પોસ્ટ બેલેટ દ્વારા 85 ટકા પોલીસ કર્મચારીઓએ 2 દિવસમાં મતદાન પણ કર્યું છે.
 
આદર્શ આચાર્ય સંહિતા અને ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું પાલન કરવવા અમદાવાદ પોલીસે દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.શહેરના તમામ વિસ્તારમાં અત્યારથી એન્ટ્રી,એક્ઝિટ પર પોલીસ ચેકીંગ રાખવામાં આવ્યું છે.રોકડ,ડ્રગ્સ કે દારૂની હેરાફેરી ના થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.તમામ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.બોડી ઓણ કેમેરા દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
 
 
અમદાવાદના શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પુરી થાય તે માટે 15 વિધાનસભા માટે અમદાવાદ પોલીસના 10,000 જવાનો તૈનાત રહેશે ઉપરાંત 15 SRPF ની કંપની,112 સેન્ટ્રલ આર્મ્સ પોલીસ ફોર્સ,6000 હોમ ગાર્ડ તૈનાત રહેશે.કંટ્રોલ રૂમમાંથી સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે.સાયબર ક્રાઈમ દ્વારા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.SST અને SPSની ટીમ પણ કામગીરી કરી રહી છે.નાસ્તા ફરતા અને ગંભીર ગુનાના આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે.હથિયાર જમા કરવામાં આવી રહ્યા છે.આ સાથે પોલીસ સ્ટેશનની કામગીરી ચાલુ રહે તે પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર