Gujarat Election 2017 - ગુજરાતના રણમાં આજે મોદી V/S રાહુલ, સોમનાથમાં થશે આમનો-સામનો

બુધવાર, 29 નવેમ્બર 2017 (11:17 IST)
ગુજરાતમાં આજે મેગા રેલીયોનો મેગા શો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આજે સૌથી કાંટાનો મુકાબલો થશે. આ મુકાબલામાં એક બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે. પીએમ મોદી આજે ચાર રેલીયોને સંબોધિત કરશે. તો રાહુલ સોમનાથ મંદિરમાં માથુ ટેકી પોતાની બે દિવસીય યાત્રાની શરૂઆત કરશે. 
 
વિશેષ વાત એ છે કે બપોરે લગભગ 1 વાગ્યે જ્યારે રાહુલ ગાંધી સોમનાથ મંદિરમાં માથુ ટેકી રહ્યા હશે તો લગભગ એ સમયે પીએમ મોદી સોમનાથથી થોડે દૂર ગામમાં રેલીને સંબોધિત કરશે.. 
 
બુધવારે પીએમની ચાર રેલીયો છે. પીએમ મોરબી.. પ્રાચી, પાલિટાના, નવસારીમાં રેલીયોને સંબોધિત કરશે. દરેક રેલીના સ્થાનને આ રીતે નક્કી કરવામાં આવ્યુ છે જેનાથી દરેક રેલીના હેઠળ 4-5 વિધાનસભા ક્ષેત્ર આવે. 
 
પીએમ મોદીની રેલીનો કાર્યક્રમ 
 
મોરબી - સવારે 9 વાગ્યે 
 
પ્રાચી - સવારે લગભગ 11 વાગ્યે 
 
પાલિટાના - બપોરે 1.30 વાગ્યે 
 
નવસારી - બપોરે 3.30 વાગે 
 
રાહુલ ગાંધીનો કાર્યક્રમ 
 
બપોરે 1 વાગ્યે - સોમનાથ મંદિરના દર્શન 
 
1.30 વાગ્યે સોમનાથ મંદિરની બહાર સભા 
 
3 વાગ્યે જૂનાગઢના ભેસનમાં કૉલેજ ગ્રાઉંડમાં સભા 
 
4.30 વાગ્યે - અમરેલીના વાયમ મંદિર ગ્રાઉંડમાં સભા 
 
7 વાગ્યે - અમરેલીમાં ફોરવર્ડ શાળા સર્કલમાં જનસભા 
 
 
મોદીએ કર્યો હતો જોરદાર હુમલો 
 
આ અગાઉ સોમવારે પીએમ મોદીએ ચાર રેલીઓ કરી હતી. પીએમ મોદીએ પોતાની રેલીમાં કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યુ કે ગુજરાતની જનતા કોંગ્રેસને ક્યારેય માફ નહી કરે. કોંગ્રેસે ક્યારેય ગુજરાતને ધ્યાનમાં ન લીધુ. આ સરદાર પટેલના જમાનાથી થઈ રહ્યુ છે. પીએમે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીને નોટબંધીનો એક વર્ષ પૂરા થતા તેનો વિરોધ કર્યો.  હુ ગુજરાતનો પુત્ર છુ જે દેશને લૂંટશે તેને બિલકુલ નહી છોડુ. જીએસટીની બેઠકમાં કોંગ્રેસે સાથ આપ્યો. પણ બહાર આવીને વિરોધનુ નાટક કરી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 9 અને 14 ડિસેમ્બરના રોજ બે ચરણોમાં મતદાન થશે અને 18 ડિસેમ્બરના રોજ પરિણામ આવશે. કોંગ્રેસ ભાજપાને સત્તામાંથી બહાર કરવાના પ્રયાસોમાં લાગી છે. જેમની છેલ્લા બે થી વધુ દસકાથી સરકાર છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર