ટીવી - મોબાઈલ ચલાવવાથી રોકયુ તો માતા પિતાની વિરૂદ્ધ FIR

ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (11:13 IST)
સોશિયલ મીડિયાના ઈંદોરમાં બાળક આટલા એડવાંસ થઈ ગયા છે કે હવે તે તેમના માતા-પિતાની વિરૂદ્ધ પોલીસ સ્ટેશન પહોચી રહ્યા છે. આવુ જ એક અજીબ મામલો ઈંદોરથી આવ્યો છે. જ્યાં બે બાળકોએ તેમના જ માતા-પિતાને પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર લગાવાયા. માતા-પિતાનો કસૂર માત્ર આટલુ હતુ કે તે તેમના બાળકોને વધારે ટીવી જોવા અને મોબાઈલ ચલાવવા પર ઠપકો આપતા હતા. 
 
મામલો ચંદર નગર પોલીસ વિસ્તારનો છે. એડવોકેટે કહ્યું કે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર 25 ઓક્ટોબર 2021ના રોજ 21 વર્ષની પુત્રી અને 8 વર્ષનો પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેણે પોલીસને જણાવ્યું કે તેના માતા-પિતા તેને મોબાઈલ અને ટીવીનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપે છે. તેણે તેના માતા-પિતા પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો. આ ફરિયાદ પર પોલીસે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી હતી, જેમાં તેને 7 વર્ષની જેલની સજા થઈ શકે છે.
 
આ ફરિયાદ પછી બાળકો ફઈને ત્યાં રહી રહયા છે. માતા પિતાએ ચલાન પણ રજૂ કરી દીધું છે. તે પછી માતા પિતાએ હાઈકોર્ટે માં પડકાર આપી . તેણે  કહ્યું કે વધારે મોબાઈલ ચલાવવા અને ટીવી જોવા પર બાળકોને ઠપકો આપવા સામાન્ય વાત છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર