પુરાણ અને ગ્રંથમાં કાગડાને એક ખાસ પંક્ષીના રૂપમાં જણાવ્યું છે .
પ્રાચીન ગ્રંથ અને મહાકાવ્યોમાં આ કાગડા સાથે સંકળાયેલી ઘણી રોચક કથા અને માન્યતા પણ લખેલી છે. પુરાણોમાં પણ કાગડાનું બહુ મહત્વ જણાવ્યું છે. પુરાણો મુજબ કાગડાનું મોત ક્યારેય પણ રોગી કે વૃદ્ધના રૂપમાં થતુ નથી. કાગડાનું મોત હંમેશા આકસ્મિક જ હોય છે અને જ્યારે એક કાગડો મરે છે તો તે દિવસે કાગડાના સાથી ભોજન કરતા નથી.
જેને જાણીને પિતૃને સંતુષ્ટિ થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે.
પોતાના વંશજના ખાનપાન જોઈને પિતૃઓને વર્તમાન પેઢીના સુખી જીવનનો આભાસ થાય છે. જેને સાંભળીને પિતૃ સંતુષ્ટ અને ખુશ થાય છે. તેથી શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન આપવામાં આવે છે.