ગુજરાત - પૂર્વ બીજેપી ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા ૝

મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (11:02 IST)
ગુજરાત બીજેપીના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એવુ કહેવાય રહ્યુ છે કે અબડાસાથી ધારાસભ્ય રહી ચુકેલા ભાનુશાળી ટ્રેન દ્વારા ભુજથી અમદાવાદ ટ્રેન જઈ રહ્યા હતા. રસ્તામાં બદમાશોએ એસી કોચમાં ધુસીને ભાનુશાળી પર ફાયરિંગ કરી. એવુ કહેવાય રહ્યુ છે કે તેમણે ઘટના સ્થળ પર જ દમ તોડ્યો. 
 
સનસનીખેજ ક્રાઈમની આ ઘટના સયાજી નગરી ટ્રેનમાં બની. આ ટ્રેન દ્વારા ધારાસભ્ય જયંતી ભાનુશાળી ભુજથી અમદાવાદ જઈ રહ્યા હતા કે ટ્રેનની અંદર જ આ ઘટનાને અંજામ અપાયો. બદમાશોનુ સાહસ એટલુ કે ચાલુ ટ્રેનમાં પૂર્વ ધારાસભ્યનુ મર્ડર કરી નાખ્યુ.  ઉલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળી પર ગયા વર્ષે એક યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ અનુસાર ભાજપના કદાવર નેતા અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદેશ ભારતના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. કેટલાક અજાણ્યા સખ્શો ટ્રેનમાં સવાર થઇ તેમની આંખમાં અને છાતિમાં ગોળીઓ મારી હતી. તમને જણાવી દઇએ કે, એક ગોળી છાતીમાં અને એક ગોળી ભાનુશાલીની આંખમાં વાગી હતી. કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. તેઓ ટ્રેન નંબર 19116માં સવાર હતા. 
 
ગોળી વાગ્યા બાદ જયંતિ ભાનુશાળી ટ્રેનના કોચમાં જ ફસડાઈ પડ્યા હતા. ટ્રેનની સીટમાં જ તેમનો લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હતો. સયાજીનગરી (ટ્રેન નંબરઃ 19116)માં કટારિયા-સુરજબારી વચ્ચે તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.
 
હાલ અત્યાર સુધીની જે વિગતો મળી રહી છે તે તમને જણાવીએ તો આ હત્યા અંગત અદાવતમાં કરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં મોરબી જિલ્લાના પોલીસ વડા સહિત પોલીસ કાફલો તૈનાત થઇ ગયો છે. આ મામલે એફએસલની પણ મદદ લેવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર