તુલસીના છોડનુ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ બતાવ્યુ છે. મોટાભાગના લોકોને ઘરમાં તુલસીનો છોડ હોય છે. તુલસી એક આયુર્વેદિક દવાના રૂપમાં પણ ખૂબ ઉપયોગી છે. તુલસીનો છોડ સમૃદ્ધિનો પ્રતિક છે. તુલસીનો છોડ બુધનુ પ્રતિનિધિત્વ કરે છે. જેને ભગવાન કૃષ્ણનુ એક સ્વરૂપ માનવામાં આવે છે. કૃષ્ણ ભગવાનને તુલસી સૌથી વધુ પ્રિય છે. જોકે તુલસીનો છોડ ઘરમાં લગાવવાના અને તેની પૂજાના કેટલાક નિયમો છે જેનુ પાલન કરવુ જોઈએ. તો આવો જાણીએ આ નિયમો
-ઘણા લોકો તુલસી આગળ સવાર સાંજ દીવો પ્રગટાવે છે. કારણ કે તુલસીને પરમ વૈષ્ણવ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજન પદ્ધતિમાં તામસિક રીતનો ઉપયોગ નથી કરાતો. ભગવાન વિષ્ણુની પૂજા રાજસિક કે સર્વાધિક પ્રિય સાત્વિક રીતે કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે જે લોકો માસનુ સેવન કરે છે તેમણે ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ..