અમેરિકાનો ચીની-રૂસી કંપનીઓ પર પ્રતિબંધ

વાર્તા

શુક્રવાર, 24 ઑક્ટોબર 2008 (19:12 IST)
અમેરિકાએ ઈરાન, ઉત્તર કોરિયા, અને સીરિયાને ગેરકાનૂનીરૂપે સંવેદનશીલ માલસામાન ઉપલબ્ધ કરાવવા બદલ ચીન, રૂસ અને વેનેજુએલાની કંપનીઓ પર પ્રતિંબંધ લગાવી દીધો છે.

અમેરિકાના કહેવા પ્રમાણે આ કંપનીઓએ આ દેશોને એવી ચીજવસ્તુઓ નિકાસ કરી હતી કે જેનાથી દુનિયાની સુરક્ષા ખતરામાં પડી શકતી હતી. આ ટેકનોલોજીકલ ચીજ વસ્તુઓના ઉપયોગથી ચીન અને અન્ય દેશો ભારે જનસંહાર માટે શસ્ત્ર બનાવી શકે છે.

અમેરિકાએ જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે ચીનની 13 કંપનીઓએ ગુપ્તરીતે આ દેશોને મદદ પહોચાડી હતી. બીજી બાજુ મોસ્કોથી પ્રાપ્ત માહિતી અનુસાર રુસે અમેરિકાની આલોચના કરતા જણાવ્યુ હતુ કે અમેરિકા માત્ર પોતાની કંપનીઓને આગળ વધારવા આ ચાલ કરી રહ્યુ છે.

વેબદુનિયા પર વાંચો