રાજ્યમાં સતત ક્રાઇમ રેટ વધી રહો છે. રાજ્યમાં દરરોજ બળાત્કાર અને છેડતીના કિસ્સા સતત પ્રકાશમાં આવી રહ્યા છે. રાજ્યમાં સુરત, રાજકોટ, વડોદરા અને સુરતમાં સતત ક્રાઇમનો ગ્રાફ ઉંચો જઇ રહ્યો છે. ત્યારે વડોદરાના છાણી પોલીસ મથકમાં એક મહિલાએ સેક્સ અને જાતિય સતામણીની ફરિયાદ નોંધાવી છે.
મહિલાના જણાવ્યા અનુસાર આરોપી લાલા પટેલ જે મહિલાના પતિ સાથે સાબરમતી જેલમાં બંધ હતો. મહિલાના પતિની ચેઈન સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. મહિલા તેના પતિના માતા પિતા અને તેના બાળકો સાથે રહેતી હતી. મહિલાએ દાવો કર્યો કે લાલા બુધવારે સાંજે તેની પાસે આવ્યો હતો અને પૈસા આપવાના બહાને કહીને લાલો મહિલાને પોતાની કારમાં લઈ ગયો હતો અને કથિત રીતે કારમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.