હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે

ગુરુવાર, 27 જુલાઈ 2023 (09:33 IST)
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી  પાંચ દિવસનાં વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વરસાદનાં ચોથા રાઉન્ડને લઈને  કરી છે કે આગામી 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. તેમજ આગામી તા. 26,27 અને 28 નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરવામાં આવી છે
 
ગુજરાતમાંત્રીજા રાઉન્ડમાં વરસાદે જળબંબાકાર કરી નાંખ્યું છે. જૂનાગઢ, નવસારી અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોટુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

ત્યારે હવે હવામાન વિભાગે આવતા સપ્તાહથી વરસાદના ચોથા રાઉન્ડની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીના ત્રણ રાઉન્ડમાં 71.67 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કચ્છ ઝોનમાં 132 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 2022ના વર્ષમાં રાજ્યમાં 66.06 ટકા વરસાદ હતો જેમાં કચ્છ ઝોનમાં 116 ટકા વરસાદ હતો. એટલે કે આ વખતે સાડા પાંચ ટકા વધુ વરસાદ રાજ્યમાં ખાબકી ચૂક્યો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર