કોરોનાની લડાઈમાં ભારત સાથે આવ્યુ અમેરિકા, બાઈડેન બોલ્યા - સકટમાં ભારતે અમારી મદદ કરી, એ જ રીતે અમે કરીશુ

સોમવાર, 26 એપ્રિલ 2021 (06:46 IST)
ભારત અને અમેરિકા બે દેશ છે જે કોરોનાને કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે, પણ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ભારતની વૈક્સીન બનાવવા માટે જરૂરી કાચા માલના નિકાસ પર રોક લગાવ્યા બાદ ભારતને મોટો ઝટકો લાગ્યો. અમેરિકી રાષ્ટ્રપતિના આ નિર્ણયની ભારત સહિત બાકી સ્થાન પર પણ ખૂબ આલોચના થઈ છે. પણ ભારતીય NSA ડોભાલ અને અમેરિકી NSA જેક સુલિવનની વાતચીત પછી અમેરિકાએ પોતાનો પ્રતિબંધ હટાવી લીધો છે અને ભારતને દરેક રીતે મદદ કરવાની વાત કરી રહ્યુ છે. 
 
આ સકારાત્મક બદલાવ સાથે હવે અમેરિકન રાષ્ટ્રપતિ તરફથી એક મોટું નિવેદન પણ આવ્યું છે. જેમાં તેમણે ભારતને મદદ કરવાની કટિબદ્ધતાની ફરી એક વાર વાત કરી છે.  અમેરિકી રાષ્ટ્રપતિએ એક ટ્વિટમાં કહ્યું, "રોગચાળાની શરૂઆતમાં, જ્યારે અમારીહોસ્પિટલો ઉપર ખૂબ દબાણ હતું, ત્યારે ભારતે અમેરિકાને જે રીતે મદદ કરી હતી તે જ રીતે ભારતની મુશ્કેલ સમયમાં અમે મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ." યુએસ રાષ્ટ્રપતિનું આ ટ્વીટ પણ અહીં જુઓ: -

 
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ નિવેદન અમેરિકી સુરક્ષા સલાહકાર જેક સુલિવનના એક ટ્વિટ પર આપ્યું છે, જેમાં તેમણે મુશ્કેલીના સમયમાં ભારતના લોકોની સાથે  ઉભા રહેવા માટેની પ્રતિબદ્ધતા બતાવી છે. પોતાના ટ્વીટમાં અમેરિકી NSA જેક સુલિવને કહ્યુ છે કે  અમેરિકા ભારતને તમામ શક્ય મદદ  કરવા માટે તત્પર છે જેક સુલિવને પોતાની ટ્વિટમાં કહ્યું કે અમેરિકા ભારતને વેક્સીન બનાવવા માટે જરૂરી તમામ કાચો માલ પૂરા પાડશે  જેક સુલિવને એ પણ કહ્યુ છે કે ફ્રંટ લાઈન વર્કસને બચાવવા માટે અમેરિકા તરફથી તરત રૈપિડ ડાઈગોનેસ્ટિક ટેસ્ટ કિટ, વેન્ટિલેટર અને પીપીઈ કિટ પુરી પાડવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે વેક્સિન બનાવતી વખતે બેગ, ફિલ્ટર, કેપ જેવા કાચા માલની જરૂર પડે છે. તેની સૌથી વધુ નિકાસ અમેરિકા દ્વારા જ કરવામાં આવે છે.
 
ગત મહિનાથી અમેરિકા તરફથી વેક્સિન માટેના કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા આ નિર્ણયનો દુનિયાભરમાં ભારે વિરોધ થયો હતો. સીરમ ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અદાર પુનાવાલાએ તો અપીલ કરી હતી કે અમેરિકા આ પ્રતિબંધો તાત્કાલિક ધોરણે હટાવે અને કોરોનાની લડાઈમાં એક સક્રિય ભૂમિકા ભજવે.
 
અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી મળેલ સમર્થન પછી દેશમાં વૈક્સીન બનાવવાના કાર્યમાં તેજી આવશે અને રાષ્ટ્રવ્યાપી પ્રોગ્રામને વધુ બળ મળશે. હાલ અનેક રાજ્યોમાં વેક્સીનની શોર્ટેજ બતાવાય રહી છે, આ ઉપરાંત દેશમાં કોવિડના મામલા પણ ખૂબ જ વધી રહ્યા છે. આવામાં વેક્સીન જ એક મોટો વિકલ્પ છે અને અમેરિકાના આ વલણથી ભારતમાં વેક્સીન નિર્માણને ગતિ પણ મળશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર