હવામાન વિભાગે કરી આગાહી, 8 થી 10 ઓગસ્ટ દરમિયાન પડી શકે છે ભારે વરસાદ

અમદાવાદ: આગામી ત્રણ દિવસ એટલે કે તારીખ: ૮, ૯ અને ૧૦ ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં સારો વરસાદ થશે તેમ આઇએમડીના ડાયરેકટર જયંત સરકારે વેધર વોચ ગ્રુપની બેઠકમાં જણાવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને અસડીઆરએફની ૧૭ ટુકડીઓ ડીપ્લોય કરાઇ છે તથા એક ટુકડી ગાંધીનગર ખાતે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. 
 
ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમના કારણે 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ જોવા મળશે.
 
મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ બાદ હવે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનથી પણ વરસાદ લાવશે તેવી હવામાન વિભાગને આશા છે. 8 થી 10 ઓગસ્ટ દરમિયાન જે વરસાદ પડશે તેનાથી રાજ્યમાં 70 થી 75 ટકા વરસાદ પૂર્ણ થઇ જશે તેવી શક્યતા હવામાન વિભાગ જોઇ રહ્યું છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં વરસાદની જરૂર છે ત્યારે વરસાદની આ રાઉન્ડથી અન્ય જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
 
જીએસડીએમએના એડીશનલ સીઇઓ વિકટર મેકવાન અને રાહત નિયામક કચેરીના નાયબ સચિવ જી.બી.મુગલપરાના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી કલેકટર તૃપ્તિ વ્યાસ દ્વારા ગત વર્ષની સરખામણીમા ચાલુ વર્ષે માસ જૂન, જુલાઇ અને ઓગસ્ટમાં પડેલ વરસાદની તુલના રાજ્યના રીજીયન મુજબ કરી માહિતગાર કરાયા. ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા પ્રેઝન્ટેશન દ્વરા વરસાદની આગાહી બાબતે માહિતી આપવામાં આવી.
 
 
વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે સિંચાઇ, માર્ગ અને મકાન, સરદાર સરોવર નિગમ, પાણ પુરવઠા બોર્ડ, ફોરેસ્ટ તથા આરોગ્યના અધિકારીઓએ ઉપસ્થિત રહીને કરેલી કામગીરી તથા આયોજનની વિગતે ચર્ચા કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર