રો-રો ફેરી સર્વિસમાં લોડિંગ કરતા સમયે ટ્રક દરિયામાં ખાબક્યો

બુધવાર, 28 ઑગસ્ટ 2019 (13:31 IST)
ભાવનગરના ઘોઘાથી દહેજ જતી રોરો ફેરી સર્વિસમાં એક ટ્રક લોડિંગ કરતા સમયે દરિયામાં ખાબક્યો છે. ટ્રક દરિયામાં પડતાં જ ચાલક અને ક્લિનરને બચાવી લેવામાં આવ્યા હતા. ટ્રક રોરોફેરી સર્વિસના જહાજમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ પણ કારણોસર બેકાબૂ થતાં દરિયામાં જઈ ખાબક્યો હતો.રોરો ફેરી સર્વિસમાં વાહનો લોડ કરવા માટે એક ટગ લંગારવામાં આવે છે. પ્રાપ્ત અહેવાલો મુજબ માયા ગ્રુપ ઑફ કંપનીનું ટગ રિષભ લંગારેલું હતું. આ ટગ પરથી ટ્રકે કાબૂ ગુમાવતા પાણીમાં ખાબક્યો હતો.આ ઘટનામાં ટ્રક ચાલક અને ક્લિનર ઇજાગ્રસ્ત થયાં હતા. ઇજાગ્રસ્ત ચાલક અને ક્લિનરને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યાં છે.ભાવનગરનાં ઘોઘાથી ભરૂચના દહેજ સુધી રોરો ફેરી સર્સિવ ચાલે છે. આ ફેરી સર્વિસમાં મુસાફરો સાથે વાહન લઈ જવાની પણ સુવિધા છે. દુર્ઘટનાગ્રસ્ત ટ્રક વાહનોને ફેરી સર્વિસના જહાજમાં વાહન લોડ કરવાના ટગ પરથી દરિયામાં પડ્યો હતો. જોકે, કાંઠા વિસ્તારમાં પાણી છીછરૂં હોવાથી ટ્રક ડૂબ્યો નહોતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર