સોમવારે વિધાનસભામાં ભાજપની સરકારે સ્વીકાર્યું કે ‘અમદાવાદની આસપાસ આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સમાંથી છોડવામાં આવતા ગંદા પાણીના કારણે સાબરમતીનું પાણી ઝેરી બની રહ્યું છે. આ અંગે તેમને ઘણી ફરિયાદો પણ મળી છે. સરકારે વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નનો લેખીત જવાબ આપતા આ જણાવ્યું હતું. સરકારે કહ્યું કે, ‘અમદાવાદની ફરતે આવેલ ઇન્ડસ્ટ્રિયલ એરિયા વટવા, ઓઢવ, નરોડા, નારોલમાં આવેલ ફેક્ટરી યુનિટ્સ દ્વારા તેના કેમિકલ વેસ્ટ સાથેના પાણી સ્વચ્છ કર્યા વગર જ સાબરમતીમાં છોડવામાં આવે છે.