5 મહાનગરોમાં હત્યાના મામલે સુરત ચોથા નંબરે, અમદાવાદમાં ક્રાઇમમાં 54% નો વધારો

શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (12:37 IST)
દેશમાં 5 મહાનગરોમાં સૌથી વધુ  હત્યાના કેસ દિલ્હી (461) નોંધાયા છે, તો બીજી તરફ આ મામલે સુરત (116) ચોથા સ્થાને રહ્યું. સુરતમાં કુલ ગુનાઓની વાત કરીએ તો 2019 માં જ્યા 54,087 કેસ નોંધાયા હતા તો બીજી તરફ 2020 માં 59,604  કેસ નોંધાયા છે. આ પ્રકારે જોઇએ તો લોકડાઉન છતાં 2020 માં ક્રાઇમના કેસમાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. એનસીઆઇબી (રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો) ના આંકડા દ્વારા આ વાત સામે આવી છે. 
 
ચોંકાવનારી વાત એ રહી છે કે સુરતના નોંધાયેલા કુલ ક્રાઇમ કેસમાં મુંબઇને માત આપી છે. મુંબઇમાં 2019 ના મુકાબલે 2020 માં ક્રાઇમ કેસમાં ઘટાડો આવ્યો છે. અહીં 2019 માં જ્યાં 60,823 કેસ નોંધાયા છે, તો બીજી તરફ 2020 માં 58,676 કેસ જ નોંધાયા છે. અમદાવાદમાં તો ક્રાઇમમાં 2019 ના મુકાબલે 2020 માં 54% ટકાનો વધારો થયો છે. 
 
એનસીઆરબીના રિપોર્ટ અનુસાર સુરતન ઘણા ગંભીર ગુનાઓના મામલે મુંબઇથી આગળ નિકળી ગયું છે. સુરતમાં હિટ એન્ડ રન, એસિડ એટેક અને માનવ તસ્કરી જેવા કેસમાં વધારો થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર