સુરતના ડેપ્યુટી મેયર કીચડમાં પગ ન બગડે તે માટે ફાયરના જવાનના ખભે ટીંગાયા

સોમવાર, 29 જુલાઈ 2024 (12:13 IST)
સુરત શહેરના પરવટ પાટિયા પાસે ડૂબી ગયેલા યુવકનો ચાર દિવસે મૃતદેહ મળ્યો હતો. પાણી ઓસરતાં જ ઘટના સ્થળે ભાજપના નેતાઓની ભીડ જામી હતી. યુવકનો મૃતદેહ બહાર કાઢ્યા પછી ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ સ્થળ પરથી રોડ પર જવા નીકળ્યા હતાં. ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર 2 ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ-કિચડ હતો. આમ છતાં અહીં ઉભેલા ફાયરના સબ ઓફિસર ડેપ્યુટી મેયરને કહ્યું “હું તમને લઈ જઉ?’ કહેતા જ ડો.નરેન્દ્ર પાટીલ હસતાં હસતાં બે પગ ઉંચા કરી ઓફિસરના ખભે ટિંગાઈ ગયા હતા. નરેન્દ્ર પાટીલનું જાણે રેસ્ક્યુ કરાયું હોય તેવું દૃશ્ય સર્જાયું.

 
નરેન્દ્ર પાટીલ જિન્સ પર કાદવ ન લાગે તે રીતે તેઓ ફાયર જવાનના ખભે ટિંગાયા હતાં. આ મામલે ડેપ્યુટી મેયરને ઊંચકીને લઇ જનાર સબ ફાયર ઓફિસર સુનીલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડે. મેયરને પગમાં ઇન્ફેકશન હતું. ત્યાં બેથી ત્રણ ફૂટ કીચડ હોવાથી વધારે ઇન્ફેકશન ન થાય એટલે તેઓને રોડ પર બહાર ઉતર્યા હતા. રોડ સાઈડથી ફૂટપાઠ પર આવી શકાતું હતું, પણ તેના માટે લાંબુ ફરીને જવું પડે તેમ હોવાથી તેઓને સેફલી રોડ પર જ ઉતાર્ય હતાં.ત્યાં ચોથા દિવસે ડૂબેલા યુવકની લાશ મળી હતી અને 108ની મદદથી તેની લાશને લઇ જવાની હતી. ડે. મેયરના કપડા અને બુટ બગડે તેના માટે રેસ્ક્યૂ કર્યું નથી. તેઓએ બુટ પહેર્યા હતા, પરંતુ પાણીની અંદર ઇન્ફેકશન વધી જવાની શક્યતા વધી જવાના કારણે એમને ખભા પર લઈને સેફટી રીતે રોડ પર ઉતાર્યા હતાં.


 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર