હરિયાણાના ફતેહાબાદમાં એક યુવકે ટ્રેનની આગળ કુદીને આત્મહત્યા કરી લીધી. શબને પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી પરિજનોને સોંપી દેવામાં આવ્યુ. પોલીસ આ મામલાની તપાસમાં લાગી છે. બીજી બાજુ આ ઘટના પછી પરિવારમાં માતમનુ વાતાવરણ છે. મૃતકના પરિજનોનો આરોપ છે કે તેમની વિઘવા વહુના પરિવારથી પરેશાન થઈને પુત્રએ મોતને વ્હાલુ કર્યુ.
આ ઘટના ફતેહાબાદના ટોહાના ક્ષેત્રની છે. એવુ કહેવાય છે કે મૃતક પર વિઘવા ભાભીના પરિવારના લોક દ્વારા લગ્નનુ દબાણ કરવામાં આવી રહ્યુ હતુ. જે માટે એ તૈયાર નહોતો. વિઘવા માતાના પરિવારના લોકો સતત પીડિત પરિવારને ધમકી આપી રહ્યા હતા, જેનાથી પરેશાન થઈને યુવકે ટ્રેન સામે કુદીને પોતાનો જીવ આપી દીધો.
મૃતકના પિતાનો આરોપ છે કે થોડા દિવસ પહેલા વહુના ફુઆએ તેમના પરિવારને ફોન પર કહ્યુ કે જો આ સંબંધ ન થયો તો તે તેમના પરિવાર વિરુદ્દ પોલીસમાં કેસ દાખલ કરશે, એટલુ જ નહી તેમના પુત્રને રેપ કેસમાં ફસાવી દેશે. જેનાથી મારો નાનો પુત્ર પરેશાન થઈ ગયો અને આત્મહત્યા કરી લીધી.