આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યું હતું કે, ૨૬ શૈક્ષણિક સંસ્થાનોમાં આજથી જ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાશે. જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટીતંત્રને મોટી મદદ મળશે. જે તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RTPCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને આર આ લેબોરેટરીઓને મોકલી આપશે.
કયા જિલ્લામાં કઈ શૈક્ષણિક સંસ્થામાં RTPCR test ની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તેની યાદી આ સાથે છે. અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે, દર્દીઓ સીધા જ આ શૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટ માટે નહીં જઈ શકે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર સેમ્પલ કલેક્ટ કરીને આ લેબોરેટરીઓ મારફતે આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ મેળવી આપશે.