વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્ત દેશભરના બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર પર વ્યસન મુક્ત ભારત બનાવવા દ્રઢ સંકલ્પ લેવાયા

બુધવાર, 31 મે 2023 (17:50 IST)
Brahma Kumaris Sevakendra
      ભારત સરકાર અને બ્રહ્માકુમારીઝના સંયુક્ત ઉપક્રમે  દેશ ભરમાં વર્ષ ભર થનાર અનેક વ્યસન મુક્ત કાર્યક્રમોનો શુભારંભ
                                        
વર્તમાન સમયે વ્યસનથી અનેક પરિવારો વેર વિખેર થઈ રહ્યા છે ગરીબીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે માનવ જીવનમાં દ્રઢતા -આત્મવિશ્વાસ વધારી સકારાત્મક જીવન શૈલી તરફ માનવ માત્રને પ્રેરણા આપવા દેશભરના ૮૦૦૦ સેવાકેન્દ્ર પર બ્રહ્માકુમારીઝ દ્વારા સામુહિક શપથ લઇ આ દિશામાં કાર્ય કરવા પ્રેરણા આપતાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
 
 ભારત સરકાર સાથે થયેલ એમ ઓયુ મુજબ બ્રહ્માકુમારીઝ દ્વારા દેશભરમાં વ્યસન મુક્તિ રેલી, સંમેલનનો, પ્રદશૅનો, યોગા શિબીરનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે હજારો બ્રહ્માકુમાર ભાઈઓ-બહેનો માનવ માત્રને અધ્યાત્મ રીતે સશક્ત બનાવી વ્યસન પર કાબુ મેળવી વ્યસન મુક્ત ભારતના લક્ષને પહોંચી વળવા સંગઠિત વિશાળ કાર્યો આજે વિશ્વ તંબાકુ મુક્તિ દિવસના રોજ કરવામાં આવેલ છે અને સકારાત્મક જીવન શૈલી માટે પ્રેરણા આપી રહેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર