જાણિતા કથાવાચક જીગ્નેશદાદા તબિયત લથડી, મહામૃત્યુંજયના જાપ શરૂ કરાયા

ગુરુવાર, 1 ઑક્ટોબર 2020 (16:12 IST)
રાજ્યમાં સતત વધા જતા કેસ સરકાર માટે એક મોટો પડકાર છે. રાજ્યમાં દરરોજ 1000 કરતાં વધુ કે નોંધાઇ રહ્યા છે. કેટલીક જગ્યાએ વેપારીઓ ફરીથી લોકડાઉન તરફ વળ્યા છે તો કેટલીક જગ્યાએ સ્થાનિક તંત્ર દ્વારા કલમ 144 લાગૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ઘણા ભાજપ અને કોંગ્રેસના કોરોના સંક્રમણનો શિકાર બન્યા છે. ત્યારે જાણિતા કથાકાર જીગ્નેશ દાદાની તબિયત નાજુક હોવાના સમાચાર મળી રહ્યા છે.  
 
જાણિતા કથાકાર જીગ્નેશ દાદાની સ્વાસ્થ્ય બગડી છે અને તેમની સુરત ખાતે સારવાર ચાલી રહી છે. જેને લઇને તેમના ચાહકોને ઘેરા આઘાતમાં છે. તેમના અનુયાયીઓ દ્વારા કથાકાર જીગ્નેશ દાદાના સ્વાસ્થ્યને ધ્યાને લઇ મહામૃત્યુંજય મંત્રના જપ યજ્ઞ શરૂ કરવામાં આવ્યા છે. 
 
સાવરકુંડલા અને આસપાસના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિશ્વ વિખ્યાત કથાકાર જીગ્નેશ દાદાની તંદુરસ્તી માટે સાવરકુંડલા ખાતે જપ શરૂ કરાયા છે. હાલ સુરત ખાતે જીગ્નેશ દાદાની સારવાર ચાલી રહી છે અને તેમની સાથે જોડાયેલા લોકો, પ્રશંસકો, અનુયાયીઓ તેઓ સ્વસ્થ થાય તેવી પાર્થના કરી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો