મહાશિવરાત્રીના પર્વ પર રાજકોટ, સત્તાધાર તથા સોમનાથથી જૂનાગઢ માટે વિશેષ ટ્રેનો: ત્રણ ટ્રેનોમાં ચાર-ચાર વધારાના કોચ જોડાશે

શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (16:17 IST)
પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાશિવરાત્રિ પર્વ દરમિયાન આયોજીત મેળા દરમિયાન શ્રદ્ઘાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજકોટ તથા સોમનાથ સ્ટેશનો થી જૂનાગઢ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
 
(૧) રાજકોટ-જૂનાગઢ : રાજકોટથી તા. ૧૮, ૧૯ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ ૧૭.૧૦ વાગે  ઉપડીને જૂનાગઢ ૨૦.૦૦ વાગે પહોંચશે તથા પરતમાં ૧૮,૧૯ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ જૂનાગઢ ૨૧.૨૦ વાગે ઉપડીને રાજકોટ ૨૩.૪૦ વાગે પહોંચશે.
 
(૨) સોમનાથ-જૂનાગઢ : તા. ૧૭ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી (કુલ પાંચ દિવસ) સોમનાથ થી ૨૦.૩૦ વાગે ઉપડીને જૂનાગઢ ૨૨.૨૦ વાગે પહોંચશે તથા પરતમાં જૂનાગઢ થી ૨૩.૨૦ વાગે ઉપડીને સોમનાથ ૦૧.૩૦ વાગે પહોંચશે.
 
(૩) જૂનાગઢ-સત્તાધાર : મીટરગેજ સેકશનમાં ૧૭ ફેબ્રુઆરી,૨૦૨૦ થી ૨૧ ફેબ્રુઆરી,૨૦૨૦ સુધી  જૂનાગઢથી સત્તાધાર વચ્ચે મેળો સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ટ્રેન જુનાગઢથી ૧૦.૫૦ વાગે ઉપડીને સત્તાધાર સ્ટેશને ૧૨.૪૦ વાગે પહોંચશે.પરતમાં આ ટ્રેન સત્તાધારથી ૧૩.૧૫ વાગે ઉપડીને જૂનાગઢ સ્ટેશને ૧૪.૫૦ વાગે પહોંચશે.
 
આ ઉપરાંત ત્રણ જોડી ટ્રેનોમાં ચાર-ચાર સામાન્ય શ્રેણીના કોચ જોડવામાં આવી રહ્યા છે. તદઅનુસાર તા. ૧૭ થી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ટ્રેન નં. ૨૨૯૫૭/૨૨૯૫૮ વેરાવળ-અમદાવાદ તથા ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ-સોમનાથ-અમદાવાદ તથા ૫૯૫૦૭/૫૯૫૦૮ સોમનાથ-રાજકોટ પેસેન્જર ટ્રેનોમાં ઉકત ચાર વધારાના જનરલ કોચ લાગશે. ઉલ્લેખનીય છે કે ટ્રેન નં. ૧૯૧૧૯/૧૯૧૨૦ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એકસપ્રેસ હાલમાં અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ્દ હોવાને કારણે આ વધારાના ચાર કોચ રાજકોટ-સોમનાથ વચ્ચે દોડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર