ગુજરાતમાં ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગો શરૂ જાણો શું છે ગાઈડલાઈન
રવિવાર, 21 નવેમ્બર 2021 (16:22 IST)
રાજ્યમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રાજ્યમાં ધોરણ 1થી 5ના ઑફલાઇન વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી છે.
શિક્ષણમંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, શાળાઓમાં ઓનલાઇન અને ઑફલાઇન એમ બંને માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે.
જે વાલીઓ પોતાનાં બાળકોને શાળાઓમાં મોકલવા માગતા હોય, તેમણે સંમતિપત્રક આપવાનું રહેશે.
શિક્ષણમંત્રીએ જાહેરાત દરમિયાન કહ્યું હતું કે, ધોરણ 1થી 5ના વર્ગોના સંચાલન માટે પણ અન્ય વર્ગો માટે જાહેર કરાયેલી એસઓપીનો જ અમલ કરવાનો રહેશે.2 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારના શિક્ષણવિભાગે ધોરણ 6થી 8ના ઑફલાઇન વર્ગો શરૂ કર્યા હતા. જેને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.
વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાસંચાલકોએ ધ્યાને લેવાની બાબતો