ભ્રષ્ટાચારથી ખદબદતી આરટીઓમાં વધુ એક કૌભાંડ, રજાના દિવસે ૧૨૦ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ થયાં
સોમવાર, 20 મે 2019 (13:56 IST)
ભ્રષ્ટ્રાચારથી ખદબદતી અમદાવાદના વસ્ત્રાલ આરટીઓમાં જાહેર રજાના દિવસે ૧૨૦ બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ બહાર આવ્યું છ. છ મહિના બાદ ફરિયાદ નોંધાવતાં અનેક શંકા-કુશંકા વ્યાપી જવા પામી છે. આ કૌભાંડમાં પાસવર્ડ આધારે સોફ્ટવેરમાં લોગ-ઇન કરીને બોગલોગ એન્ટ્રી કરવામાં આવી હતી અને તેના આધારેેે ટુ વ્હીલર્સના લાઇસન્સ ધરાવતા લોકોને ફોર વ્હીલરના લાઇસન્સ આપવામાં આવ્યા હતા. એટલું જ નહી ધોરણ ૮ પાસ ના હોય તેવા લોકોને પણ હેવી વ્હીકલના લાઇસન્સ ઇસ્યું કરી દેવાય છે. અગાઉ સુભાષબ્રિજ આરટીઓમાં પણ આ પ્રમાણેની ગેરરીતી પ્રકાશમાં આવી હતી. આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ આરટીઓ સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે નોકરી કરતા પ્રિતેશકુમાર સોલંકીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે ગુજરાતના તમામ આરટીઓમાં ૨૦૧૦ પહેલા ના ડેટાને બેકલોગ ડેટા ગણવામાં આવે છે. જ ડેટા ઓન લાઇન થાય છે, આ ડેટા ચઢાવવા માટે સારથી-૪ સોફ્ટવેર બનાવવામાં આવ્યુ છે. જેમાં ૨૦૧૦ પહેલાની એન્ટ્રી આવે તો તેને ઓનલાઇન બેકલોગ કરવું પડે છે, જેની કલાર્ક દ્વારા એન્ટ્રી કર્યા બાદ તેની મંજૂરી આરટીઓ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં કરવામાં આવતી હોય છે. સારથી -૪ સોફ્ટવેર વેબ બેઝનો પાસવર્ડ આરટીઓ કર્મચારી પાસે હોય છે. તે વ્યકિતને લોગ-ઇન થવા માટે ઓટીપી નંબર આવ્યા બાદ કાર્યવાહી થઇ શકે તેવી સિસ્ટમ હોય છે. પરંતુ ગત તા. ૨૫ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ જાહેર રજાના દિવસે ૧૨૦ ગેર કાયદે એન્ટ્રી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર લાઇસન્સ ધરાવતા લોકોને ફોર વ્હીલ સહિતના ડ્રાઇવિંગ લાઇસન્સ ઇસ્યું કરવામાં આવ્યા છે. એટલું જ નહી ધોરણ-૮ પાસ લાયકાત ધરાવતી વ્યકિતઓને હેવી વ્હીકલનું લાઇસન્સ આપવામાં આવતું હોય છે તેમ છતાં કેટલાક ધોરણ ૮ નાપાસ લોકોને આવા લાઇસન્સ ઇસ્યું કરી દેવામાં આવ્યા છે. અગાઉ સુભાષબ્રિજ આરટીઓમાં પણ આ પ્રમાણેના કૌભાંડમાં આરટીઓના બે એજન્ટની સંડોવણી બહાર આવી હતી.