ઑક્સફૅમ ઇન્ડિયાના સોમવારે મળેલા રિપોર્ટ સર્વાઇકલ ઑફ ધ રિચેસ્ટ અનુસાર, વર્ષ 2022માં દેશના 100 સૌથી ધનાઢ્ય લોકો પાસે 54.12 લાખ કરોડની સંપત્તિ છે, જ્યારે 10 સૌથી ધનાઢ્ય લોકો પાસે 27.52 લાખ કરોડની સંપત્તિ છે, વર્ષ 2021ની સરખામણીએ તેમાં 32.8 ટકાનો વધારો થયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “જો ટૅક્સને ગતિશીલ બનાવવામાં નહીં આવે, તો તેનાથી દેશમાં અસમાનતાઓ વધશે.”
ઑક્સફૅમ ઇન્ડિયાનું કહેવું છે કે, “ભારતમાં ટૅક્સના દર આવક પર આધારિત હોય છે, પરંતુ પરોક્ષ ટૅક્સ તમામ માટે સમાન હોય છે, તેની કમાણી જેટલી પણ હોય, તેમાં બદલાવ લાવવાની જરૂર છે.”