વડોદરામાંથી 5 લાખના રેમડેસિવિર સહિત 5ની ધરપકડ, અમદાવાદ, આણંદ અને વડોદરા વેચાય રહ્યા હતા નકલી ઈંજેક્શન

શુક્રવાર, 30 એપ્રિલ 2021 (07:55 IST)
કોરોના દરદીઓ માટે ઉત્તમ દવા તરીકે ઓળખાતા રેમડેસિવિર ઈંજેક્શનની હાલ ખૂબ મોટી માંગ છે. પણ તેના નકલી ઉપ્તાદન અને બ્લેકમેલિંગના સમાચાર પણ ખૂબ આવી રહ્યા છે ગુજરાતના બે શહેરોમાં આવા જ અપરાધનો ભાંડાફોડ થયો છે.  વડોદરામાં રેમડેસિવીરની 5 લાખ રૂપિયાની કિમંતની શીશીઓ જપ્ત થઈ છે અને આ મામલે પોલીસે 5ની ધરપકડ કરી છે.   રેમડેસિવિર ઇન્જેકશનને બ્લેકમાં વેચનારી  વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાયેલી આ ટોળકીની તપાસમાં ધનિયાવી પાસેના રાઘવપુરા ફાર્મ હાઉસમાં ન્યૂમોનિયાના એન્ટીબાયોટિક ઇન્જેક્શન પર જાણીતી ફાર્મા કંપનીઓના રેમડેસિવિર ઇન્જેક્શનના બોગસ સ્ટિકર લગાવી નકલી રેમડેસિવિર બનાવવાની ફેક્ટરી પોલીસે ઝડપી
 
નિતેશ અને વિવેક નામના આ અપરાધીઓએ છેલ્લા 10 દિવસમાં અમદાવાદ, વડોદરા અને આણંદમાં 1160 નકલી ઇઇન્જેકશનો વેચી માર્યા હતા. પોલીસ દ્વારા રેમેડેસિવિર ઈંજેક્શનની કાળાબજારી વિરુદ્ધ અત્યાર સુધીનો આ સૌથી મોટો અડ્ડો હોવાનુ જાણવા મળ્યુ છે. જ્યાથી મોટા જથ્થામાં નકલી દવાઓનો સ્ટોક ઝડપાયો છે.  વડોદરાના પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે જણાવ્યું હતું કે,  જે રેમડેસિવિર ઇન્જેક્શન પકડ્યા હતા. તેની ચકાસણી કરાવતા તે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન હોવાનું ખુલ્યું હતું. વિવેક મહેશ્વર અને નિતેશ જોષી રાઘવપુરા ગામના ફાર્મહાઉસમાં નકલી રેમડેસિવિર બનાવીને પેકેજિંગ કરતા હતા
ન્યૂમોનિયાના એન્ટીબાયોટિક ઇન્જેક્શન પર જાણીતી ફાર્મા કંપનીઓના રેમડેસિવિર ઇન્જેક્શનના બોગસ સ્ટિકર લગાવી બજારમાં બ્લેકમાં વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગુન્હો કર્યો છે. આ લોકોએ અમદાવાદમાં 1160 ઇન્જેકશન અને 370 ઇન્જેકશન આણંદમાં  વેચ્યા હતા. જયારે 2200 ઇન્જેકશન પોલીસે કબજે કર્યા હતા.
 
આ ગુન્હાનુ કાવતરૂ પંદર દિવસ પહેલા યોજાયુ હતુ.  નિતેશ અને વિવેક થર્મલ ગન લેવા મેડીકલ સ્ટોરમાં ભેગા થયા હતા અને ત્યાં હાલની પરિસ્થીતીનો ફાયદો ઉઠાવી નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવવાનુ કાવતરુ રચ્યુ હતુ.   આ માટે રાઘવપુરાનું ફાર્મ હાઉસ ભાડે રખાયુ હતું. જયાં વિવેક ચાંગોદરથી ઇન્જેકશન લાવતો હતો અને નિતેષ જોષી પેકેજીંગ મટીરીયલ અને સ્ટીકર લાવતો હતો
 
પોલીસે જણાવ્યું હતું કે વિવેક અને નિતેશે અમદાવાદ, આણંદ અને વડોદરામાં ઇન્જેકશનો વેચ્યા હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે  નિતેશ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસે છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ મુદ્દે નિતેશની પૂછપરછ કરી રહી છે. આ ગેંગ રેમડેસિવિર ઇન્જેક્શન 16 હજારથી લઇને 20 હજાર સુધીમાં વેચતા હતા. તેમની પાસે બે લાખ રૂપિયાની રોકડ રકમ, 90 ઇન્જેક્શન સહિત 7.61 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે વડોદરાના ઋષી પ્રદિપભાઇ જેધ, વિકાસ લક્ષ્મણભાઇ પટેલ, પ્રતિક નરેન્દ્રભાઇ પંચાલ, મનન રાજેશભાઇ શાહ અને આણંદના જતીન પટેલની ધરપકડ કરીને પૂછપરછ કરતા ડુપ્લિકેટ રેમડેસિવિરની ફેક્ટરી ઝડપાઇ
 
પોલીસે આ મામલે આ કાવતરામાં સામેલ બધા આરોપીઓ વિરુદ્ધ  આઇસીપી 308 એટલે કે ગેરઇરાદન હત્યા તથા કાવતરું અને કોપી રાઇટ એકટ સહિતની કલમો ઉમેરીને વધુ તપાસ હાથ ધરી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર