હાલમાં જ મુંબઈમાં RBI સહિત 11 સ્થાનો પર બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો હતો. જે પછી મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેલ મોકલનારની ધરપકડ કરી છે. આ પછી ગુજરાતના અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાલમાં જ અમદાવાદ સહિત દેશના અન્ય એરપોર્ટના સત્તાવાર આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટના કેટલાંક ભાગો પર વિસ્ફોટ કરવાની વાત કરવામાં આવી હતી. આ પછી પોલીસ દ્વાર એરપોર્ટનું ચેકીંગ કરવામાં આવ્યું છે.