રાજકોટમાં આવતીકાલે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે, 22 કિમી લાંબો રહેશે રૂટ

ગુરુવાર, 30 જૂન 2022 (17:59 IST)
રથયાત્રાનો રૂટ 22 કિમી લાંબો રહેશે. જેને લઇને શહેર પોલીસ એલર્ટ બની બંદોબસ્તમાં તૈનાત રહેશે. રથયાત્રામાં 1307 પોલીસ જવાનો ખડેપગે રહેશે તો 60 બોડી વોર્ન કેમેરા અને ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવાં આવશે. રથયાત્રાનો પ્રારંભ સવારે આઠ વાગ્યે થશે અને સાંજે સાત વાગ્યે નિજ મંદિરે પરત ફરશે.
 
રથયાત્રા કૈલાશધામ ,મોકાજી સર્કલ  થી શરૂ થઇ વૃંદાવન સોસાયટી, નીલ દા ઢાબા ચોક, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શિવશકિત કોલોની (જે.કે.ચોક), આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા,જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, સદર બજાર, હરીહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામીનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઇન રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સહકાર મેઇન રોડ, નારાયણનગર, પી.ડી.એમ.કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઇન રોડ, રાજનગર ચોક, નાનામોવા મેઇન રોડ સર્કલ,શાસ્ત્રી નગર, અલય પાર્ક, ગોવીંદ પાર્ક થઇ કૈલાસધામ આશ્રમ નીજ મંદિર ખાતે મહાઆરતી સાથે પુર્ણ થશે. યાત્રાને પ્રસ્થાન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ વિધિવત પુજન કરી કરાવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર