રાજકોટના આ વિસ્તારોમાં લાગૂ કરી દેવાયો અશાંતધારો, કલેક્ટરની મંજૂરી જરૂરી

ગુરુવાર, 30 જૂન 2022 (11:29 IST)
રાજકોટના રૈયા રોડ, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં 15 જાન્યુઆરી- 2021થી અશાંતધારો લાગુ થયા બાદ હવે વધુ કેટલાંક વિસ્તારોમાં આ ધારો તત્કાલ અસરથી અમલી 
 
બનાવવામાં આવ્યો છે. 
 
અશાંતધારો લાગૂ ન હોવાથી અનેક મકાનો વેચાઇ રહ્યાં છે. હવે રાજકોટના ભક્તિનગરમાં પ્રોપર્ટી ખરીદ-વેચાણ પૂ્ર્વે કલેક્ટરની મંજૂરી જરૂરી
 
કઈ કઈ સોસાયટીમાં અશાંત ધારો લાગુ થઈ છે?
 
તિરૂપતિ સોસાયટી, નીલકંઠ પાર્ક સોસાયટી
મેહુલનગર, દેવપરા, ગોકુલનગર, મેઘાણીનગર
કેદારનાથ, સૂર્યોદય સોસાયટી, સોરઠીયાવાડી વિસ્તારમાં 
વિવેકાનંદ સોસાયટી, સાગર સોસાયટી, પુનીત સોસાયટીમાં
પટેલ નગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી
પરસાણા સોસાયટી, નવદુર્ગા સોસાયટી
રાધાકૃષ્ણ નગર, મારૂતિ નગરમાં
 
અશાંત ધારા એટલે શું? 
જ્યારે મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી 
 
રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.
 
નોંધનીય છે કે આજે જ્યાં અશાંતધારો લાગુ થયો તે પૈકી તિરૂપતિ સોસાયટી આજી ડેમ પોલીસ સ્ટેશન હેઠળ અને બાકીની ૩૦ વસાહતો ભક્તિનગર પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે. 31માંથી 11 તો સૂચિત સોસાયટી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર