રક્ષાબંધનના તહેવારને માત્ર એક અઠવાડિયુ બાકી છે. આ વખતે રક્ષાબંધન 7 ઓગસ્ટ મતલબ આવનારા સોમવારે છે. બહેનો જ્યા અત્યારથી કપડા ઘરેણા અને રાખડીની ખરીદીમાં લાગી ગઈ છે તો બીજી બાજુ ભાઈ પણ અત્યારથી જ માથાકૂટ કરી રહ્યા છે કે આ વખતે શુ ગિફ્ટ આપવામાં આવે જેથી બહેન ખુશ થઈ જાય. રક્ષાબંધનને જોતા લોકો ભાઈ-બહેન પોતાની રજાઓની વ્યવસ્થામાં લાગી ગયા છે. ભાઈ બહેનના પ્રેમ અને સ્નેહના આ તહેવાર પહેલા અમે તમને બતાવી રહ્યા છે કે ભલા આ વખતે રક્ષાબંધન પર શુભ મુહુર્ત ક્યારે આવશે.
7 ઓગસ્ટની સવારે 11.07 વાગ્યા પછી બપોરે 1.50 વાગ્યા સુધી રક્ષા બંધન માટે શુભ સમય છે. આ દિવસ ચંદ્ર ગ્રહણ પણ હશે જે રાત્રે 10.52થી શરૂ થઈને 12.22 સુધી રહેશે. ચંદ્ર ગ્રહણથી 9 કલાક પૂર્વ સૂતક લાગી જશે. આ પહેલા ભદ્રાનો પ્રભાવ રહેશે. ચંદ્રગ્રહણ પૂરુ નહી થાય પણ ખંડગ્રાસ રહેશે. પંડિતો મુજબ ભદ્રા યોગ અને સૂતકમાં રાખડી બાંધવી જોઈએ નહી.